ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ, અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા

ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ, અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા
Waterlogged condition in Bharuch Ankleshwar-Surat state highway flooded

ભરૂચ(Bharuch) જિલ્લામાં એક જ દિવસમાં મેઘરાજાએ(Rain) પૂરની(Flood) સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે . ભરૂચના ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તો ઈમારતોના અડધા માળ ડૂબી ગયા છે.રસ્તા પર ગળાડૂબ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. […]

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 29, 2021 | 9:26 AM

ભરૂચ(Bharuch) જિલ્લામાં એક જ દિવસમાં મેઘરાજાએ(Rain) પૂરની(Flood) સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે .

ભરૂચના ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તો ઈમારતોના અડધા માળ ડૂબી ગયા છે.રસ્તા પર ગળાડૂબ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

જિલ્લામાં એક જ દિવસમાં સિઝનનો 12 ટકા વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અહીં સિઝનનો કુલ 96 ટકા વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ હાંસોટમાં વરસ્યો છે. જ્યાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

તો બીજી તરફ અંકલેશ્વર, વાલિયા અને વાગરામાં 4-4 ઈંચ, ભરૂચમાં 3.5 ઈંચ, ઝઘડિયા અને નેત્રંગમાં 3-3 ઈંચ, જંબુસરમાં 2 ઈંચ અને આમોદમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. તેમજ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ છે.

આ પણ વાંચો :  Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

આ પણ વાંચો : ભાવનગરમાં વીજળીના કડાકા કેમેરામાં કેદ થયા, જુઓ વિડીયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati