ભાવનગરમાં વીજળીના કડાકા કેમેરામાં કેદ થયા, જુઓ વિડીયો

ભાવનગરમાં વીજળીના કડાકા કેમેરામાં કેદ થયા, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:47 AM

ભાવનગરમાં મોડી સાંજે માત્ર એક કલાકમાં તોફાની પવન અને વીજ ગર્જના અને ચમકારા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદ વચ્ચે સુભાષનગર વિસ્તારમાં ભયાનક વીજળી પડી હતી.

મુશળધાર વરસતા વરસાદ(Rain) વચ્ચે જ્યારે વીજળી અને કાટકા થાય ત્યારે સૌ કોઈનો જીવ અધ્ધર થઈ જાય છે.. ભાવનગરમાં(Bhavnagar)  પણ  મંગળવારે  એવું જ બન્યું. મુશળધાર વરસાદ વચ્ચે સુભાષનગર વિસ્તારમાં ભયાનક વીજળી પડી( Lightning strike)  હતી.  ભાવનગરમાં મોડી સાંજે માત્ર એક કલાકમાં તોફાની પવન અને વીજ ગર્જના અને ચમકારા સાથે ભારે વરસાદ વરસ્યો.

આ દરમિયાન શહેરમાં બે સ્થળે વીજળી પડવાની ઘટનાઓ ઘટી હતી.શહેરના આનંદનગર વિસ્તારમાં વીમાના દવાખાના નજીક વીજળી પડી હતી. જ્યારે તળાજા રોડ પર એક ઇલેક્ટ્રીક થાંભલો પડ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં શહેર સુભાષનગર વિસ્તારમાં આવેલા રાધે શ્યામ ફ્લેટ પર વીજળી પડી. વીજળી પડતા જ ઘરની છત તૂટી ગઈ અને દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

ભાવનગરમાં મંગળવાર રાતના સમયે ભારે વરસાદ અને પવન સાથે વીજળીના કડાકા જોવા મળ્યા. આજે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ભાવનગરમાં સુરજ આથમ્યા બાદ રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદ સાથે ભારે પવનના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સાથે જ મુશળધાર વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ.

ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા અંધારપટ જોવા મળ્યો. ત્યારે કુદરતી આફતના ડરાવે એવા દ્રશ્યો સામે આવ્યા હતા.

આ પણ વાંચો : Rajkot ના ભાદર -1 ડેમના તમામ 29 દરવાજા ખોલાયા, 22 ગામોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટના પરિવારજનોને રાઉન્ડ અપ કર્યા

 

g clip-path="url(#clip0_868_265)">