આ ગણેશજી પર અર્પણ કરાતી દુર્વાથી કમ નથી, આ ઉંમરે સમાજના સેવા અર્પણ ભાવને વરેલી ‘દુર્વા’ને દુઃખીજનો ‘દુવા’ આપતા થાકતા નથી… વાંચો શું છે સ્ટોરી

આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.

આ ગણેશજી પર અર્પણ કરાતી દુર્વાથી કમ નથી, આ ઉંમરે સમાજના સેવા અર્પણ ભાવને વરેલી 'દુર્વા'ને દુઃખીજનો 'દુવા' આપતા થાકતા નથી... વાંચો શું છે સ્ટોરી
Durva has a servile nature since childhood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 12:15 PM

ભરૂચ(Bharuch)ની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું. આ બોક્સમાં બાળકીએ શાળાની એ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં ફી જમા કરાવી શકી ન હતી. લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ – અલગ ક્ષેત્ર , વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.

બાળકી સેવાકીય સ્વભાવ ધરાવે છે

દુર્વા બાળપણથી સેવાકીય સ્વભાવ ધરાવે છે. તકલીફમાં કે જરૂરિયાતમંદ વ્યક્તિ નજરે પડે ત્યારે તે પોતે અથવા પરિવાર દ્વારા તે વ્યક્તિને મદદરૂપ થવાનો અચૂક પ્રયાસ કરે છે. દરવર્ષે તે એક કાર્ય એવું જરૂર કરે છે જે ઉદાહરણરૂપ બને છે. 5 વર્ષની ઉંમરથી આ બાળકીમાં સેવાકીય ભાવના સતત છલકતી રહે છે.નજર સામે નિર્વસ્ત્ર બાળક ધ્યાન ઉપર આવે તો તુરંત તેને કપડાં પહેરવાનો તેણે આ ઉંમરે સંકલ્પ કર્યો છે. દૂર્વાની કોરોનાકાળ દરમ્યાન સેવાકીય કામગીરી ખુબ બિરદાવાઇ હતી. દુર્વાએ સોસીયલ મીડિયા સર્ફિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ વસાવાની પોસ્ટમાં નિર્વસ્ત્ર બાળકો જોયા હતા. આ પોસ્ટ બાદ તે ખુબ વ્યથિત થઇ હતી. તે સમયે લોકો ભોજન માટે નિર્ભર હતા ત્યારે ગરીબ પરિવારના બાળકો ટૂંકા પડી ગયેલા અથવા ફાટી ગયેલા કપડાંના બદલે નવા કપડાં મેળવવાની સ્થિતિમાં ન હતા. દુર્વાએ પોતા મિત્રો તેમજ પરિચિત બાળકોનો સંપર્ક કરી માત્ર પોસ્ટમાંજ નજરે પડેલા બે -ત્રણ નહિ પરંતુ 100 જેટલા ગરીબ બાળકોને કોરોનાના કપરા સમયમાં સારા કપડાં અને મનપસંદ ભોજનની ભેટ આપી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડોનેશન બોક્સ છલકાયું

MTM ગર્લ્સ સ્કૂલમાં 550 જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ગુણવત્તાસભર શિક્ષણ પીરસતી આ સંસ્થા તેના વિદ્યાર્થીનીઓ પાસેથી દરરોજના 1 રૂપિયા આસપાસ નજીવી ફી લે છે. ઘણા ગરીબ પરિવાર આર્થિક તકલીફ અનુભવતા હોય છે. તાજેતરમાં ઘરમાં ચાલતી એક ચર્ચામાં ઘણા પરિવાર બાળકોની સ્કૂલ ફી જમા કરવામાં આર્થિક સમસ્યાઓની અડચણ આવતી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ફી ની રકમ થોડી મોટી હોવાની માત્ર પિતાની મદદથી આ સેવાકાર્ય થઇ શકે તેમ ન હતું. દુર્વાએ એક રસ્તો કાઢ્યો અને બનાવી દીધું ડોનેશન બોક્સ… દરરોજ અડધો થી એક કલાક વચ્ચેનો સમય આપી દુર્વા આસપાસની દુકાન, પાડોશીઓ અને પરિચિતો પાસે પહોંચી જતી અને જરૂરિયાત સમજાવી જે ડોનેશન મળે તે ચહેરાના ઉપર સ્મિત સાથે સ્વીકારી લેતી હતી. આજે તેનું ડોનેશન બોક્સ ફૂલ દેખાઈ રહ્યું છે જે સ્વતંત્ર પર્વના અવસરે શાળા પરિવારને સોંપી બાળકીઓને ફીની ચિંતામાંથી સ્વતંત્ર બનાવી હતી.

આ અવસરે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલબા ચૌહાણ , માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય અક્ષેશ પટેલ , ભાજપાના શહેર મહામંત્રી અને દાતા જીગ્નેશભાઈ અંદડીયા, કોર્પોરેટર અને દાતા અતુલ મોદી સહીત સભ્યો , શાળાના આચાર્ય , શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">