યુનિવર્સીટીએ કરેલી ભૂલ સુધારવા વિદ્યાર્થીઓએ 3000 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે, ફરમાન સામે NSUI એ વિરોધ કર્યો

NSUI ના જિલ્લા પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે આ  યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ સુધારા સાથે ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવાયું છે.

યુનિવર્સીટીએ કરેલી ભૂલ સુધારવા વિદ્યાર્થીઓએ 3000 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે, ફરમાન સામે  NSUI એ વિરોધ કર્યો
NSUI દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 2:32 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી(veer narmad south gujarat university)નું ઇકોનોમિક્સના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર હાલમાં જ ફૂટતા પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. હવે વધુ એક વિવાદિત મામલો સામે આવ્યો છે. VNSGU માં યુનિવર્સીટીની માર્કશીટમાં ભૂલ સુધારવા વિધાર્થીઓને રૂપિયા ચૂકવવાનો પરિપત્ર જાહેર કરાયો છે. સુધારેલી માર્કશીટ એક મહિનામાં જોઈએ તો ₹500, 15 દિવસમાં મેળવવી હોય તો ₹1500 અને તાત્કાલિક 24 કલાકમાં જોઈએ તો ₹3000  ચૂકવવા જણાવાયું છે .આ સૂચના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી ટી.વાય. બી.એસ.સી. ના છાત્રોને આપવામાં આવી છે. હવે આ પરિપત્ર સામે વિરોધ વંટોળ ઉભો થઇ રહ્યો છે.

NSUI  દ્વાર આજે આ મામલે જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સંચાલકોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.  વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા F.Y. Bsc માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને covid 19 ના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું  હતું. આ  આધારે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ આગળ અભ્યાસ કરી Bsc પૂર્ણ કર્યું પરંતુ જ્યારે ફાઇનલ માર્કશીટ આવી ત્યારે તેમાં પાસના સ્થાને  AtKt અને SGPA અને  cancel સર્ટિફિકેટ જેવી રિમાર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

NSUI ના જિલ્લા પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે આ  યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ સુધારા સાથે ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવાયું છે. ફીની રકમ પણ 3000 રૂપિયા સુધી હોવાથી વિદ્યાર્થીઓ માટે તે ભારણ સમાન લાગી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યોગીએ વધુમાં ઉમેર્યું હતું કે યુનિવર્સીટીએ જાણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હોય તેમ  માર્કશીટ તાત્કાલિક જોઈતી હોય 3000, પંદર દિવસમાં જોઇતી હોય તો 1500 અને મહિનાની અંદર માર્કશીટ મેળવવી હોય તો 500 રૂપિયાની રકમ ભરવાનું કહેવાયું છે. યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે આ રીતની પૈસાની ઉઘરાણી કરવી કે કેટલું યોગ્ય છે?

વિદ્યાર્થીઓના હિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા જેપી કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સેનેટ સભ્ય એન. એમ. પટેલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને વહેલી તકે સુધારેલી માર્કશીટ પૈસા ભર્યા વગર મળી રહે એ તેની માંગ કરાઈ છે.

આ પણ વાંચો : વિશ્વાસ જીતી વિશ્વાસઘાત કરી રૂપિયા 50 લાખની ખંડણી માટે મુંબઈના ઉદ્યોગપતિનું કરાયું હતું અપહરણ, જાણો સંપૂર્ણ મામલો

આ પણ વાંચો :  દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">