Surat: VNSGUમાં પેપર ખુલ્યા હતા કે લીક થયા તેના પર તપાસ કમિટીની રચના

સુરતમાં (Surat) આવેલી વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) દ્વારા લેવાઇ રહેલી ઓફલાઇન પરીક્ષામાં એક સાથે પાંચ પાંચ પેપરો લીક થવાની ગંભીર ઘટના બની હતી. જેમાં તપાસ માટે 14 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

Surat: VNSGUમાં પેપર ખુલ્યા હતા કે લીક થયા તેના પર તપાસ કમિટીની રચના
Veer Narmad University (File Image)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 22, 2022 | 2:10 PM

ગુજરાતમાં (Gujarat) જાણે પેપર લીક થવાની ઘટના ખૂબ જ સામાન્ય બની ગઇ છે. એક પછી એક પેપર ફુટવાની (Paper Leak) ઘટના બને છે. સુરતમાં (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) પાંચ વિષયના પ્રશ્નોપત્રો લીક થવાની ઘટનામાં હવે તપાસનો ધમધમાટ શરુ થયો છે. સમગ્ર મામલામાં 14 સભ્યોની તપાસ કમિટી બનાવી તપાસ શરુ કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન પ્રશ્નપત્રો ભૂલથી કઇ રીતે ખૂલ્યા અને તે અંગે યુનિવર્સિટીને જાણ કેમ કરાઇ નહી તે સહિતના અનેક મુદ્દાઓ પર તપાસ થશે.

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી ઓફલાઇન પરીક્ષામાં એક સાથે પાંચ પેપર લીક થવાની ગંભીર ઘટના બની હતી. જેમાં તપાસ માટે 14 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. પેપર લીકની ઘટનામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. કમિટીએ પેપર લીક પ્રકરણ સાથે સંકળાયેલાઓને રુબરુ બોલાવી નિવેદન લેવાનું શરુ કર્યું છે. જે કાર્યવાહી હવે ચાલુ જ રહેશે અને રિપોર્ટ તૈયાર કરીને કુલપતિને સુપ્રત કરાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો કે તપાસ કમિટી સામે પણ સેનેટ સભ્ય ભાવેશ રબારી, વિદ્યાર્થીઓ, એનએસયુઆઇના કાર્યકરોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ખૂલી ગયા બાદ ફરી સીલ મારી દેવાયા હતા. તે ગાળામાં પેપરો વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. પેપરો 24 કલાક અગાઉ જ લીક થયા હતા. તો કૉલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરી હતી કે નહી ? કરી હતી તો કયા અધિકારી, સત્તાધિશને કરી હતી ? અને જાણ કરી હોય તો પરીક્ષા રદ કરવા 24 કલાકની રાહ કેમ જોવાઇ ?

આ કલંકિત ઘટનામાં કૉલેજ કે યુનિવર્સિટી પૈકી કોઇએ આ ઘટનાને છુપાવી રાખી હતી તે સ્પષ્ટ છે. કારણકે વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ખૂલી ગયા બાદ ફરી સીલ મારી દેવાયા હતા. તે દરમિયાન પેપરો વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. પેપરો 24 કલાક અગાઉ જ લીક થયા હતા. તેમ છતા કૉલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરી હતી કે નહી તે એક સવાલ છે. તો યુનિવર્સિટીને જાણ કરી હોય તો પરીક્ષા રદ કરવા 24 કલાકની રાહ કેમ જોવાઇ તે પણ તપાસનો વિષય છે. જેથી તપાસ કમિટી સામે અનેક પડકારો છે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા પેપર લીક થતા બી.એ, બી.કોમની પાંચ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. આ મુદ્વે આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આ પેપર લીક કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ જે લોકોની સંડોવણી છે. તે તમામ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો ઉપર યુનિવર્સિટી તંત્ર દ્વારા ફોજદારી ફરિયાદ કરવામાં આવે અને તમામને હંમેશા માટે શિક્ષણ સંસ્થામાંથી હટાવવામાં આવે.

યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર આવી કલંકિત ઘટના બની હોવાથી ગોળ-ગોળ રિપોર્ટ કરીને પ્રકરણનો અંત લવાશે કે જવાબદારી નક્કી કરતો રિપોર્ટ તૈયાર કરાશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો-ગૌણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

આ પણ વાંચો-Bhavnagar: શિક્ષણ વિભાગને લપડાક, તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપરો ચોરાઈ ગયાં વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">