AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2023 : ભરૂચમાં રક્ષાબંધને બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ, સતત ત્રીજા વર્ષે નગર પાલિકાએ લાભ આપ્યો

Bharuch : ભરૂચ નગરપાલિકા(Nagar Palika)એ આવતીકાલ 30 ઓગસ્ટ 2023 ના રોજ ઉજવણી થનાર રક્ષાબંધન(Raksha Bandhan 2023) માટે એક અગત્યની જાહેરાત કરી છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ બહેનો માટે એક દિવસ સીટી બસની મુસાફરી નિઃશુલ્ક(free bus rides) જાહેર કરી છે. 

Raksha Bandhan 2023 : ભરૂચમાં રક્ષાબંધને બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ, સતત ત્રીજા વર્ષે નગર પાલિકાએ લાભ આપ્યો
| Updated on: Aug 29, 2023 | 7:52 AM
Share

Bharuch : ભરૂચ નગરપાલિકા(Nagar Palika)એ આવતીકાલ 30 ઓગસ્ટ 2023 ના રોજ ઉજવણી થનાર રક્ષાબંધન(Raksha Bandhan 2023) માટે એક અગત્યની જાહેરાત કરી છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ બહેનો માટે એક દિવસ સીટી બસની મુસાફરી નિઃશુલ્ક(free bus rides) જાહેર કરી છે.

સિટી બસમાં મફત મુસાફરી

રક્ષાબંધને નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધન નિમિત્તે મહિલાઓએ મફત મુસાફરી કરશે. ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.આ બાદથી દરવર્ષે રક્ષાબંધન નિમિતે તંત્ર બહેનોને વિશેષ સુવિધા પુરી પાડે છે.

ભરૂચના શહેરીજનોને સીટી બસ સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે. રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્રારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપી છે. આવતીકાલે  બુધવારે 30 ઓગસ્ટ 2023 ના રોજ રક્ષાબંધનની ભેટ આપવા માટે આજે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.

તમામ 12 રુટ ઉપર નિઃશુલ્ક મુસાફરી

શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં  લોકોને અવર-જ્વરમાં ખુબ અનુકૂળતા પડી રહી છે. રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં પણ ખુશી ની લાગણી જોવા મળી હતી

રક્ષાબંધનની તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જાય છે. આ બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ બહેનોને શહેરના તમામ રુટ ઉપર મહિલાઓ માટે મફત મુસાફરીની ઘોષણા કરી છે.

આર્થિક ભીંસના કારણે બહેનો ભાઈના ઘરે જવાનું ન ટાળે એ અમારો પ્રયાસ : અમિત ચાવડા – પાલિકા પ્રમુખ

ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે દૂરના અંતરે રહેતા ન હોવા છતાં ભાઈના ઘરે જવાના ખર્ચના કારણે બહેન રાખડી જાતે બાંધવા જવાનું ટાળી દેતી હોય છે. આ સમસ્યા તહેવાર ના  ઉત્સાહને ફિક્કો ન પાડે તે માટે ભરૂચ નગરપાલિકાએ રક્ષાઅબંધન માટે  પ્રથા પાડી છે જે સતત ત્રીજા વર્ષે પણ આગળ ધપાવાઈ રહી છે. રક્ષાબંધનના પર્વએ બહેનોએ મુસાફરી માટે ટિકિટ લેવાની રહેશે નહીં.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">