Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ ભરૂચ ફેક્ટરી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, ઇજાગ્રસ્તોને 50 હજારની મદદ

આ ઘટના રવિવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. ગત વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં પણ ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું પણ મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.

PM મોદીએ ભરૂચ ફેક્ટરી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, ઇજાગ્રસ્તોને 50 હજારની મદદ
PM Narndra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:24 PM

ગુજરાતના  (Gujarat) ભરૂચ જિલ્લામાં રવિવારે રાત્રે એક કેમિકલ ફેક્ટરીમાં (Factory Blast)બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં છ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના મામલે વળતરની (Compensation) જાહેરાત કરી છે. PMએ જાહેરાત કરી છે કે PMNRF તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. આ સાથે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

આ ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ પીડિત પરિવારો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ દુર્ઘટના અમદાવાદથી લગભગ 235 કિલોમીટર દૂર દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. ભરૂચના અધિક્ષક લીના પાટીલના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા છ લોકો તે પ્લાન્ટની નજીક કામ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે એક કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો.

આગમાં છ મજૂરોના મોત થયા હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં આગ ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે નજીકમાં કામ કરતા છ મજૂરો આગના કારણે ખરાબ રીતે દાઝી ગયા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જો કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

મહત્વનું છે કે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું પણ મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર પણ થયો હતો. હવે ફરી એકવાર ભરૂચ જિલ્લો બ્લાસ્ટથી હચમચી ગયો છે. મોડી રાત્રે કારખાનામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પીએમ મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા છ મજૂરોના પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગરની સ્કૂલોની સ્થિતિ જોવા રવાના થયા

આ પણ વાંચોઃ Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">