Ahmedabad: દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગરની સ્કૂલોની સ્થિતિ જોવા રવાના થયા

Ahmedabad: દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગરની સ્કૂલોની સ્થિતિ જોવા રવાના થયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:25 AM

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ ભાવનગર જવા રવાના થયા છે. ભાવનગરમાં તેઓ જીતુ વાઘાણીના મત વિસ્તારની સરકારી સ્કૂલો (schools) ની મુલાકાત લેશે. અમદાવાદમાં મનિષ સિસોદિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 27 વર્ષમાં ભાજપે શું કર્યું છે, તે જોવા આવ્યો છું.

રાજયમાં શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયા (Delhi Deputy CM Manish Sisodia) જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગર (Bhavnagar) ની મુલાકાત લેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ દિલ્હીથી અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ ભાવનગર જવા રવાના થયા છે. ભાવનગરમાં તેઓ જીતુ વાઘાણીના મત વિસ્તારની સરકારી સ્કૂલો (schools) ની મુલાકાત લેશે. અમદાવાદમાં મનિષ સિસોદિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 27 વર્ષમાં ભાજપે શું કર્યું છે, તે જોવા આવ્યો છું.

શિક્ષણ પર રાજનીતિ વચ્ચે ગુજરાત આવી પહોંચેલા મનીષ સિસોદિયાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. અહીં તેમણે એમ પણ કહ્યું હતું કે અમે દિલ્લીમાં શિક્ષણની તસવીર બદલી નાખી છે.

બીજી બાજુ શિક્ષણમંત્રીના સમર્થકો પણ મેદાનમાં આવી ગયા છે. ભાવનગરની અનેક શાળાઓ જર્જરીત અને તડકામાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો સામે આવ્યા બાદ જીતુ વાઘાણીના સમર્થકોએ કમર કસી લીધી છે. ભાવનગર શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ સોશિયલ મીડિયામાં સારી શાળાની તસવીરો વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. “મારી શાળા મારું ગૌરવ” નામે સારી શાળાઓની તસવીરો વાયરલ કરાઈ રહી છે. એક તરફ આપના દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન આજે મનિષ સિસોદીયા શાળાઓની સ્થિતિ જોવા માટે ભાવનગરની મુલાકાતે છે..ત્યારે સોશિયલ મીડિયામાં શાળાઓને લઈ જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો

આ પણ વાંચોઃ Surat : બે મહિનામાં જ ડિજિટલ યુનિવસિર્ટી શરૂ, દેશના કોઇપણ ખૂણામાંથી ઓનલાઇન ભણી વિધાર્થીઓ પદવી મેળવી શકશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 11, 2022 10:23 AM
g clip-path="url(#clip0_868_265)">