રેતી ચોરી મુદ્દે મનસુખ વસાવાએ અધિકારીઓને ગાળો આપી, આધિકારીઓને આવેદન આપ્યું તો કહ્યું કે રેતી માફિયાઓના ઈશારે આપ્યું છે
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરને કારણે ત્રણ વ્યક્તિ મોત નિપજ્યા હતા જે અંગે સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું
ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રેતી ચોરી મુદ્દે તેમણે અધિકારીઓને જાહેરમાં ગાળો આપી હતી. જોકે આ ઘટના બાદ અધિકારીઓએ તેમની સામે આવેદનપત્ર આપ્યું છે, પણ આ આવેદન બાબતે સાંસદે જણાવ્યું કે રેતી માફિયાઓ (sand mafia) ના ઈશારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગઈ કાલે રેતીના ડમ્પરની ટક્ટકરે ત્નારણ લોકોના મોત થયાં બાદ સાંસદ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકોને પુષ્પાંજલિ કરતા હતા ત્યારે અધિકારીઓ હસતા હતા જેથી પોતાનો પિત્તો ગયો તેમ સાંસદે જણાવ્યું છે.
વડોદરા(Vadodara) જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરને કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જે અંગે ગઈકાલે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેઓ આક્ષેપ પણ કર્યો હતો.
વડોદરા જિલ્લાના પાલેજ – નારેશ્વર માર્ગ પર માલોદ ગામ પાસે અકસ્માત માં ત્રણ વ્યક્તિના મોત થયા હતા તે બાદ આજે સવારે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતિષ નીશાળીયા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં મામલતદાર અને સર્કલ ઓફિસર ને બોલાવ્યા હતા.ઓવરલોડ રેતી વહન કરતી ટ્રક ના કારણે અકસ્માત થયો હોવાનો લોકો એ કર્યો હતો આક્ષેપ કર્યો હતો જે અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષ નીશાળીયાએ અધિકારીઓને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતીની ટ્રકો દોડે છે ગઇકાલે ત્રણ વ્યક્તિના મરણ થયા છતાં તમે કોઈ કાર્યવાહી કરતા નથી તમે હપ્તા લો છો તેમ કહીને અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી હતી.
મામલતદાર અને સર્કલ ઓફિસર એ સ્પષ્ટતા કરી કે તમારા કહ્યા પ્રમાણે અમે ચેકિંગ પણ કર્યું છે અને સરપંચ ને પણ સૂચના આપી છે કે તમે રેતી ના ખોદકામ માટે મંજૂરી આપશો નહીં તેમ છતાં તેઓ મંજૂરી આપે છે એમ કહેતા ફરી સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એ અધિકારીઓનો ઉધડો લીધો હતો કે અત્યાર સુધીમાં અનેક લોકોના અકસ્માત થયા છે તેમ છતાં આ ટ્રકો દેખાવ ધરાવે છે અને વહીવટી તંત્ર કોઈ કામ કરતું નથી.
આ સમગ્ર ઘટના બાબતે અધિકારીઓએ મનસુખ વસાવા વિરુદ્ધ આવેદન પત્ર પણ આપ્યું છે અને સાંસદ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે ત્યારે મનસુખ વસાવા એ જણવ્યું કે લોકશાહીમાં દરેકને હક છે મારી સામે કાર્યવાહી થાય તો મને કોઈ વાંધો નથી જયારે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સિસોદરા સહીત નર્મદા પટ્ટા ના ગામોમાં ચાલતી બે રોકટોક લીઝ માફિયાઓ સામે આગામી દિવસોમાં એક ઝુંબેશ ઉપાડવાની પણ વાત કરી છે મહેસુલી કર્મચારીઓ એ જે આવેદનપત્ર આપ્યું છે તે રેતી માફિયાઓના ઈશારે અપાયું છે તેમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ