ઇ-કોમના સંચાલકે 96 પાર્સલોમાંથી પ્રોસેસર ગાયબ કરી 31.55 લાખનો ચૂનો ચોપડ્યો, કંપનીએ 3 સામે પોલીસ ફરિયાદ નોંધાવી

|

Apr 30, 2022 | 8:08 PM

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ છે. ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલામાં આવતા હતા પણ તે રિટર્ન થતા હતા. છેલ્લા 4 થી 5 મહિનાથી ફ્લિપ કાર્ટના પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા.

ઇ-કોમના સંચાલકે 96 પાર્સલોમાંથી પ્રોસેસર ગાયબ કરી 31.55 લાખનો ચૂનો ચોપડ્યો, કંપનીએ 3 સામે પોલીસ ફરિયાદ નોંધાવી
symbolic image

Follow us on

જંબુસર(Jambusar)માં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપકાર્ટ પરથી AMD કોમ્પ્યુટરના 96 પ્રોસેસરો મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે ₹31.55 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવાઈ છે. બનાવ સંદર્ભે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પાર્સલ ડિલિવરી સર્વિસના કર્મચારીઓ બોક્સમાંથી સમાન કાઢી લઈ રીપેકિંગ કરી not accepted  ની નોટ સાથે પરત કરવામાં આવતા હતા જોકે ટોળકીની યુક્તિ લાંબો સમય ચાલી નહિ અને આખરે કૌભાંડ સામે આવતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ છે. ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલામાં આવતા હતા પણ તે રિટર્ન થતા હતા. છેલ્લા 4 થી 5 મહિનાથી ફ્લિપ કાર્ટના પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરના કારણે રિટર્ન થતા હતા. જે રીટેપ કરેલા પાર્સલો ઇ-કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર, રિજનલ મેનેજર સુવિર નાયર અને ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા ચોરી શરુ કરી હતી. આ ટોળકી પ્રોસેસરો કાઢી લેતો હોવાનું સામે આવ્યું હતું. બે મહિનામાં જ આ ટોળકીએ AMD ના 96 રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લીધા હતા. જે પાર્સલો રીટેપ કરી  ખાલી બોક્સ  કંપનીમાં પરત  મોકલી આપ્યા હતા. ઇકોમ કંપનીના ઓફિસરે જંબુસર પોલીસ મથકે 96 પ્રોસેસરો કાઢી લેવા અંગે ₹31.55 લાખની ઠગાઈની ફરિયાદ સેન્ટર હેડ અને તેના 3 મળતીયાઓ સામે નોંધાવી છે.

બનાવ સંદર્ભે ફરિયાદના આધારે જંબુસર પોલીસે આગળની તપાસ હાથ ધરી કૌભાંડ ક્યારની ચાલતું હતું? કોણ કોણ સંકળાયેલું છે?ચોરી કરાયેલ સામાનના ખરીદારો કોણ છે? જેવા પ્રશ્નોના જવાબ શોધવા સાથે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : ભારત સરકારની ચાણક્ય નીતિ : સરકાર રશિયા પાસેથી માત્ર તેલ જ નહીં, પરંતુ ત્યાંની ઓઈલ કંપનીઓમાં પણ હિસ્સો ખરીદવા કંપનીઓને આહ્વાન

આ પણ વાંચો :  Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

Next Article