AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેડૂતોને કનડતી ચોર ટોળકી જેલ ભેગી કરાઈ , હાંસોટ પોલીસે 4 ગુનાનો ભેદ ઉકેલી 12 શખ્શોની ધરપકડ કરી

ભરૂચ : ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી ખેતીવાડી વીજ લાઇનની વાયર ચોરી કરતી ગેંગને આખરે હાંસોટ પોલીસે ઝડપી પાડી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.

Breaking News : ખેડૂતોને કનડતી ચોર ટોળકી જેલ ભેગી કરાઈ , હાંસોટ પોલીસે 4 ગુનાનો ભેદ ઉકેલી 12 શખ્શોની ધરપકડ કરી
| Updated on: Jun 20, 2026 | 12:54 PM
Share

ભરૂચ : ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી ખેતીવાડી વીજ લાઇનની વાયર ચોરી કરતી ગેંગને આખરે હાંસોટ પોલીસે ઝડપી પાડી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે આંતરરાજ્ય કનેક્શન અને ભંગારના વેપારીઓ સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ૨૦.૬૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરીના બનાવ વધ્યા હતા

મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ સીમ વિસ્તારોમાં ખેતીવાડી વીજ લાઇનના વાયર ચોરી થવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દિવસના સમયે રેકી કરવામાં આવતી હતી

પોલીસની સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ શાતિર ટોળકીના સભ્યો દિવસના સમયે સીમ વિસ્તારોમાં ફરીને અંતરિયાળ ગામોની વીજ લાઇનોની રેકી કરતા હતા. ત્યારબાદ મધરાતે ચાલુ વીજ લાઇનને હેક્સો બ્લેડ અને પકડ જેવા સાધનોની મદદથી કાપી નાખતા હતા. જ્યારે ટોળકીના કેટલાક સભ્યો પોલીસ કે ગ્રામજનોની અવરજવર પર નજર રાખતા (વોચ ગોઠવતા) હતા, ત્યારે અન્ય સભ્યો વાયરના નાના-નાના ટુકડા કરી કોથળાઓમાં ભરી લેતા હતા. ચોરી કરેલો મુદ્દામાલ બાઇક અને ટેમ્પો જેવા વાહનો દ્વારા ઝાડી-ઝાંખરામાં છુપાવી દેવાતો અને ત્યારબાદ ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી દેવામાં આવતો હતો.

રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસે આ ગેંગના કેફ ઇલ્યાસ શેખ, વિશાળ વસાવા, શનિકુમાર વસાવા, વિનોદ પટેલ, રાહુલ વસાવા, તરૂણ વસાવા, સુનિલ વસાવા, પિયુષ વસાવા, રાજકુમાર વસાવા, વસીમ શેખ, નૂર નબી સૈયદ અને સોનાદેવી ચૌરસીયા સહિત ૧૨ સાગરીતોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૧૭.૪૫ લાખની કિંમતના એલ્યુમિનિયમના વાયર, ગુનામાં વપરાયેલા વાહનો અને ૯ નંગ મોબાઇલ ફોન મળી કુલ ₹૨૦,૬૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

હાંસોટ પોલીસની પ્રસંશનીય કામગીરી

આ ગુનાનો ભેદ ઉકેલવામાં પો.ઇન્સ  એન.એ.વસાવા,પો.સબ.ઇન્સ.  પી.કે.રાઠોડ ,એ.એસ.આઇ પિયુષભાઇ દિલાવરભાઇ , એ.એસ.આઇ ભુપતસિંહ જેસિંગભાઇ ,એ.એસ.આઇ અજયભાઇ રણછોડભાઇ ,અ.હે.કો કિરણભાઇ મોહનભાઇ ,આ.હે.કો ગિરિશભાઇ મગનભાઇ ,અ.પો.કો ભુરાભાઇ માયાભાઇ ,અ.પો.કો.જયદીપભાઇ રમેશભાઇ ,અ.પો.કો.કિશનભાઇ વિરમભાઇ ,અ.પો.કો.મનિષભાઇ શાંતિલાલ ,અ.પો.કો.ભુપતભાઇ ભાવસિંગભાઇએ જાહેરમત ઉઠાવી હતી. છે.

Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
g clip-path="url(#clip0_868_265)">