Breaking News : Dahej રોડ પર SRF કંપનીની બસ પલટી ગઈ, ઈજાગ્રસ્ત 15 કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video

Bharuch Breaking News : દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15 ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનશીબે એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

| Updated on: Oct 10, 2023 | 11:24 AM

Bharuch Breaking News : દહેજ જીઆઇડીસી(Dahej GIDC -Bharuch)માં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15 ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનશીબે એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

જનરલ શીફ્ટની બસને અકસ્માત નડ્યો

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF Limited કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ(Accident Near Ekasal Village) નજીક દહેજ હાઇવે(Dahej HIghway) પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા

આ પણ વાંચો : Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા

બેકાબુ બસ વરસાદી કાંસમાં પલટી ગઈ

બેકાબુ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં ૫૦ જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢય હતા.

પોલીસે તપાસ શરૂ કરી

કર્મચારીઓને કંપનીમાં લઈ જતી બસના અકસ્માતનું કારણ જાણવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના ખરાબ રસ્તા, બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણે સર્જાઈ છે તેની હકીકત હજુ સામે આવી નથી. ભરૂચ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તો સહીત બસમાં સ્વર અન્ય મુસાફરોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.

ભરૂચ દહેજ રોડ પર અસ્કામતની વધુ સંખ્યા

નેશનલ હાઈવેને દેશના સૌથી ઝડપી બંદર અને ઔદ્યોગિક વસાહત સાથે જોડતો દહેજ – ભરૂચ હાઇવે અતિવ્યસ્ત માર્ગ છે. આ માર્ગ ઉપર ગેસ, કંપનીઓના રો મટીરીયલ, મેન્ટેનન્સ વેહિકલ અને પ્રોસેસ મટીરીયલ સહિતના સમાન અને  કેમિકલ ભરેલા વાહનો સતત દોડતા નજરે પડે છે. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓની બસ પણ સતત અવર જ્વર કરતીજોવા મળે છે. ટ્રાફિકના ભારણ અને માર્ગની બન્ને તરફ મોટી સંખ્યામાં ગામડાઓના કારણે આ માર્ગ ઉપર અકસ્માતની સંખ્યાઓ વધી છે.

 

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">