BHARUCH : આજે પોલીસ વિભાગની આ કામગીરીઓ અગત્યની ખબર તરીકે ચર્ચામાં રહી, કરો એક નજર મુખ્ય સમાચારો ઉપર
ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch Bharuch)અને સ્થાનિક પોલીસે દરોડાઓની હારમાળા સર્જી બેનંબરિયા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં દારૂ - જુગારના 10 થી વધુ ગુના ઝડપી પાડ્યા છે.
ભરૂચ(Bharuch) જિલ્લામાં દારૂ – જુગારની બદીઓને નેસ્તનાબૂદ કરવા ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police) એડી ચોટીનું જોર લગાવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડો. લીના પાટીલે(Dr.Leena Patil – IPS ) ચાર્જ સાંભળતા સાથે જ જિલ્લા પોલીસે બુટલેગરો ઉપર તવાઈ બોલાવી છે. ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch Bharuch)અને સ્થાનિક પોલીસે દરોડાઓની હારમાળા સર્જી બેનંબરિયા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં દારૂ – જુગારના 10 થી વધુ ગુના ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે(State Monitoring Cell Gujarat) પણ દરોડો પાડી દહેજમાં 40 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આજે રામનવમી ના તહેવાર અનુસંધાને ભરૂચ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
રામનવમી ના તહેવાર અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી ડૉ.લીના પાટીલ દ્વારા ભરૂચ શહેરમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ.સી.બી પીઆઈ ની એન સગર, એ ડિવિઝન પીઆઇ એ કે ભરવાડ યથા પીઆઇ ભરૂચ શહેર બી ડિવિઝન 100 થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે જોડાયા હતા.
દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે ચાર્જ લીધા બાદ રાજ્યભરમાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 2 ની ધરપકડ હતી જયારે મુખ્ય બુટલેગર ભીખા વસાવા ફરાર થયો હતો. પોલીસે 40 પેટી વિદેશી દારૂ અને200 લીટર દેશી દારૂ ઝડપી પડયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલનીકાર્યવાહી બાદ 4 પોલીસકર્મીઓની હેડક્વાર્ટર બદલી
શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દહેજમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમ્યાન SMC ની ટીમે 40 પેટી વિદેશી દારૂ અને200 લીટર દેશી દારૂ ઝડપી પડયો હતો. આ કાર્યવાહી બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલે દહેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓની દહેજથી પોલીસ હેડ ક્વાર્ટર બદલીના આદેશ કર્યા છે.
ભરૂચ જિલ્લામાં પશુઓ અસલામત?
જંબુસર અને અંકલેશ્વરમાં વાડામાંથી પશુઓની થતી ચોરીઓએ પશુપાલકોને ચિંતાતુર બનાવ્યા છે. ૧૦ દિવસ અગાઉ જંબુસરમાંથી ૫ ભેંસોની ચોરીની ઘટના બાદ ગતરાતે ચાંદપુરા ગામમાં પશુપાલકના ૫ બકરા ચોરી થયા હતા. આ ઘટના ઉપરાંત અંકલેશ્વરના ઉછાલી ગામ ખાતે એક જ રાત્રિમાં 14 બકરી અને 9 બકરા મળી ૨૩ પશુઓની ચોરી થઇ હતી. બનાવની રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આંકડાનો જુગાર ઝડપી પડાયો
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આંકડાના જુગારની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે ઇન્ચાજ ક્રાઇમ બ્રાન્ચ બી એન સગરની ટીમે રેડ કરી આંકડા લખી ચિઠ્ઠીના ફોટા પડી જુગાર રમાડતા રમેશ રાઠોડને ઝડપી પડ્યો હતો જયારે અશોક વસાવા ફરાર થઇ ગયો હતો. પોલીસે 50 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
સજોદમાંથી દારૂનો જથ્થો ઝડપી પડાયો
અંક્લેશ્વરનો બુટલેગર સતલો ગાંડો ઉર્ફે સતીષ વસાવા દારૂ સપ્લાય કરતો હોવાની માહિતીના આધારે કલરાઈમ બ્રાન્ચે રેડ કરી તેજસ પટેલ નામના ખેપિયાને ઝડપી પાડી 300 બોટલ વિદેશી દારૂ અને કાર ઝડપી પડાઈ હતી. મામલે નોંધાયેલી ફરિયાદમાં સતીષ વસાવા વોન્ટેડ જાહેર કરાયો છે.
પાલેજમાં જુગારીયાઓને ઝડપી પડાયા
દારૂ – જુગારની બદી અટકાવવા એસપી ડો. લીના પાટીલની સૂચનાના પગલે એએસપી વિકાસ સૂંડાએ પાલેજમાં જુગારીયાઓ સામે કાર્યવાહીના આદેશ કરતા ટીમોએ દરોડાઓ પડી અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ કરી ૬ જુગારીયાઓને ઝડપી પાડી ૬૫ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો