AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch Police એ આ બે મામલાઓમાં કુલ 7 લોકોની ધરપકડ કરી, જાણો વિગતવાર

અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે જયારે અંકલેશ્વરના કાપોદરા વિસ્તારમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ૬ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bharuch Police એ આ બે મામલાઓમાં કુલ 7 લોકોની ધરપકડ કરી, જાણો વિગતવાર
બે ગુનાઓમાં 7 લોકોની ધરપકડ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 10:02 AM
Share

ભરૂચ પોલીસે આજે બે ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. બીજી તરફ અંકલેશ્વરના કાપોદરા વિસ્તારમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ૬ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ઉદ્દેશથી દારૂ અને જુગારની અસામજીક પ્રવૃત્તિઓ સદત્તર બંધ રહે તે માટે અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપી છે. દારૂ જુગારની બળી અટકાવવાની કવાયતના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ પેટ્રોલિંગ વધારી હિસ્ટ્રીશીટરો ઉપર વોચ કડક બનાવી છે.

જુગાર રમતા 5 ની ધરપકડ કરાઈ

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.સગરની સુચનાઓ મુજબ ભરૂચ એલ.સી.બી ની અલગ – અલગ ટીમ અંકલેશ્વરમાં સતર્ક રહી ગુના શોધવા પ્રયત્નશીલ બની છે. એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે અક્લેશ્વર GIDC વિસ્તારમાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ એપ્પલ પ્લાઝા શોપીંગ સેન્ટર સામે રોડની બાજુમાં આમલેટની લારી પાછળના ભાગમા કેટલાક ઇસમો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે . આ હકીકત આધારે રેડ કરવામાં આવતા આવી હતી. ભરૂચ એલ.સી.બી ટીમ દ્વારા જુગારની પ્રવૃત્તિ બાબતે સફળ રેડ કરી કુલ -૦૬ આરોપીઓને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર જી , આઇ.ડી.સી પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બી એન સાગરે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ ભરૂચ એલ.સી.બી પ્રોહીબિશન અને જુગાર ની પ્રવૃત્તિ ઉપર અસરકારક કાર્યવાહી કરવા કટીબધ્ધ છે . જુગારના દરોડામાં જગદીશભાઇ જગન્નાથ વાધ રહે.આદિત્યનગર સોસાયટી ભડકોદ્રા , સંજયભાઇ ગુલાબભાઇ પાટીલ રહે. ભડકોદ્રા , મહેન્દ્રભાઇ મોહનભાઇ પટેલ રહે. કોસમડી , ક્રિષ્નાકુમાર આનંદકુમાર તિવારી ઉં.વ. – ૪૩ રહે. જી.આઇ.ડી.સી અંક્લેશ્વર ,રાજેન્દ્ર રોહીદાસ કોલી રહે. કોસમડી અને ઉચ્ચપા લક્ષ્મણ ઇટેકર રહે. કાપોદ્રા પાટીયાની ધરપકડ કરવામાં આવી છે. જુગારના દરોડામાં પોલીસે રોકડા રૂપીયા ૧૧,૭૨૦૪ , 5 મોબાઇલ ફોન , પત્તા – પાના , ઓટો રીક્ષા નંબર GJ – 16 – Y – 6752 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સંજાલી ગામમાં

અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

બીજીતરફ અંક્લેશ્વર રૂરલ પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.માં ગત તારીખ ૧૫/૦૨/૨૦૨૨ ના રોજ સંજાલી ગામમાં ગોડાઉનમાં ચોરીની ઘટના બની હતી . આ ગુનામાં સીસીટીવી ફૂટેજમાં નજરે પડેટ્સ શખ્સોનીઅંગત બાતમીદારોથી ઓળખ કરતા આરોપીઓના નામ સરનામા મળી આવ્યા હતા. ગુનામાં સક્રિય રહેલા અજયકુમાર મનજીભાઇ વસાવા અને બળદેવ ઉર્ફે બલ્લુ બાલુભાઇ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે અન્ય એક આરોપો પ્રવીણ ઉર્ફે વાલ ઉર્ફે બાઘો ભુપતભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલમાં પી આઈ. વિ.કે.ભુતિયા સાથે શૈલેષભાઇ ,દિલીપભાઇ ,મહેન્દ્રસિંહ ,અનિરૂધ્ધભાઇ અને દક્ષેશકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી

આ પણ વાંચો : Opening Bell : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, Sensex 56757 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : Multibagger Stock: આ સુગર સ્ટોક રોકાણકારોને નફાની ઘણી મીઠાશ પીરસી રહ્યો છે, એક વર્ષમાં 440% વધ્યો શેર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">