Opening Bell : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, Sensex 56757 ઉપર ખુલ્યો

ઓક્ટોબર 2020 પછી શુક્રવાર ડાઉ જોન્સમાં સૌથી ખરાબ દિવસ હતો. ડાઉ જોન્સ લગભગ 1000 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Opening Bell : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, Sensex 56757 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 9:28 AM

Share Market : નબળા વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે શરૂઆતી કારોબાર લાલ નિશાન નીચે જોવા મળી રહ્યો છે.  આજે સેન્સેક્સ 57,197.15 ના છેલ્લા બંધ સ્તર સામે  56,757.64 ઉપર ખુલ્યો હતો. કારોબાર દરમ્યાન ઇન્ડેક્સએ 56,760.66 અંકનું ઉપલું જયારે 56,412.14 નું નીચલું સ્તર નોંધાવ્યું હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ શુક્રવારે 17,171.95 ની સપાટીએ બંધ થયો હતો જે આજે 17,009.05 ઉપર ખુલ્યો હતો. આજના પ્રારંભિક કારોબારમાં નિફટી 17,013.90 ની ઉપલી જયારે 16,928.60 ની નીચલી સપાટીએ જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોની શરૂઆત લાલ નિશાનથી થઈ હતી. આજે સોમવારના ટ્રેડિંગ સેશનના શરૂઆતના દિવસે સેન્સેક્સ 710.77 પોઈન્ટ્સ અથવા 1.24 ટકાના ઘટાડા સાથે 56486.38 ના સ્તર પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી 50 ઈન્ડેક્સ 226.20 પોઈન્ટ એટલે કે 1.32 ટકાના ઘટાડા સાથે 17000ની સપાટીથી નીચે ખૂલ્યો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં 737 શેરની ખરીદી જોવા મળી હતી, જ્યારે 1553 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 127 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

વૈશ્વિક સંકેત નબળા મળ્યા

આજે ભારતીય બજારમાં ટ્રેડિંગ સેશન માટે નબળાઈના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો મળ્યા છે.આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના બજારો બંધ રહેશે. બીજી તરફ ઓક્ટોબર 2020 પછી શુક્રવાર ડાઉ જોન્સમાં સૌથી ખરાબ દિવસ હતો. ડાઉ જોન્સ લગભગ 1000 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા હતા અને વધતા દરની ચિંતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી બજારોમાં તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. આ સિવાય યુરોપિયન બજારોમાં 1.5 થી 2.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ એશિયન માર્કેટ વિશે વાત કરીએ તો અહીં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

આ સપ્તાહની મહત્વની ઘટનાઓ

  • માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટા, એપલ, ટ્વિટર, એમેઝોન, ઇન્ટેલ પરિણામો આવશે
  • બોઇંગ, કોકા કોલા, પેપ્સી, શેવરોનના પરિણામો જાહેર થશે
  • US, EU GDP ના આંકડા જાહેર થશે
  • બેંક ઓફ જાપાન પોલિસી જાહેર કરશે

કોમોડિટી અપડેટસ

  • બ્રેન્ટ 104 ડોલર સુધી સરક્યું
  • ગયા અઠવાડિયે તેલ 5% નીચે સરક્યું
  • સોનું ઘટીને 1930 ડોલર સુધી ગગડ્યું
  • બેઝ મેટલ્સમાં ઘટાડો
  • ડૉલરે 2 વર્ષની ઊંચી સપાટી જાળવી રાખી

સતત ચોથો સાપ્તાહિક ઘટાડો

  • ડાઓ -1.9%
  • S&P 500 -2.8%
  • નાસ્ડેક -3.8%

FII-DII ડેટા

22 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2461.71 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1603.35 કરોડનું રોકાણ કર્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો : Mann Ki Baat:’ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ઈકોનોમીનો હિસ્સો બની ગયા, દરરોજ 20 હજાર કરોડ ટ્રાન્ઝેક્શન’, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">