Multibagger Stock: આ સુગર સ્ટોક રોકાણકારોને નફાની ઘણી મીઠાશ પીરસી રહ્યો છે, એક વર્ષમાં 440% વધ્યો શેર

બ્રોકરેજ હાઉસ શેરખાનનું કહેવું છે કે સરકારના 2025 સુધીમાં 20 ટકા સંમિશ્રણના લક્ષ્‍યાંકથી મધ્યમથી લાંબા ગાળામાં વૃદ્ધિની સંભાવનાઓમાં સુધારાની શક્યતા વધી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કિંમતમાં વધારાનો ફાયદો ભારતીય ખાંડ કંપનીઓને પણ મળી રહ્યો છે.

Multibagger Stock: આ સુગર સ્ટોક રોકાણકારોને નફાની ઘણી મીઠાશ પીરસી રહ્યો છે, એક વર્ષમાં 440% વધ્યો શેર
સુગર સ્ટોક્સમાં તેજી આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:25 AM

છેલ્લા ઘણા દિવસોથી સુગર સ્ટોક(Sugar Stocks)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. શ્રી રેણુકા સુગર્સ લિમિટેડ(Shree Renuka Sugars Limited)નો શેર ભારતની સૌથી મોટી ખાંડ કંપનીઓમાંની એક છે. જે છેલ્લા એક વર્ષથી તેના રોકાણકારોને મલ્ટિબેગર વળતર(multibagger returns) આપી રહી છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 440 ટકા નફો આપ્યો છે. જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં એક વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું રોકાણ 27 લાખ રૂપિયાનું થઈ ગયું છે.શુક્રવારે સતત ત્રીજા દિવસે આ સ્ટૉકમાં ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે ઇન્ટ્રાડેમાં આ શેર રૂ. 53.60 પર પહોંચી ગયો હતો. અને ગુરુવારે 54.30 ના સ્તરે બંધ થયો હતો. તો શુક્રવારે શેર 13 ટકાના ઉછાળા સાથે 61.15 ઉપર બંધ થયો હતો.

છેલ્લા એક મહિનામાં શેરમાં 40.27 ટકાનો વધારો થયો છે. તેની કિંમત 21 માર્ચ 2022ના રોજ 37.25 રૂપિયા હતી જે આજે 54 રૂપિયા થઈ ગઈ છે. શ્રી રેણુકા સુગર લિમિટેડ છેલ્લા છ મહિનામાં 78 ટકા વધ્યું છે. વર્ષ 2022 માં આ શેરે તેના રોકાણકારોને લગભગ 72% વળતર આપ્યું છે. સ્ટોક હાલમાં તેની 20, 50, 100 અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

કેમ સ્ટોકમાં આવ્યો ઉછાળો ?

એક અખબારી અહેવાલ જણાવે છે કે કેરએજ રિસર્ચના અહેવાલ મુજબ ખાંડ ઉદ્યોગ માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ સફળ સાબિત થશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં વધારાની ખાંડની સ્થિતિને ઘટાડવાનો છે. વધારાની ખાંડ અને શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખાંડ મિલોને ઘણી રીતે સહાય પૂરી પાડે છે. થોડા દિવસો પહેલા, સરકારે વિવિધ યોજનાઓ હેઠળ ઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવેલી લોનના વિતરણની સમયરેખા લંબાવી છે. હવે તે 30 સપ્ટેમ્બર 2022 સુધી છે. ભારતે 2025 સુધીમાં 20% ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બ્રોકરેજ હાઉસ શેરખાનનું કહેવું છે કે સરકારના 2025 સુધીમાં 20 ટકા સંમિશ્રણના લક્ષ્‍યાંકથી મધ્યમથી લાંબા ગાળામાં વૃદ્ધિની સંભાવનાઓમાં સુધારાની શક્યતા વધી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કિંમતમાં વધારાનો ફાયદો ભારતીય ખાંડ કંપનીઓને પણ મળી રહ્યો છે. સરકારી ડેટા અનુસાર, વર્ષ 2021-2022માં ભારતની ખાંડની નિકાસમાં 291 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન ભારતે 4.6 અબજ ડોલરની ખાંડની નિકાસ કરી છે.

આ પણ વાંચો : SEBI એ IPO ના નિયમોમાં ફેરફાર કર્યો, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">