Bharuch : ભાજપાએ જરૂરિયાતમંદ 500 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો, અત્યારસુધી 1800 બાળકીઓના ખાતાં ખોલાયા

આજે 500 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એકત્ર કરાયેલ રૂપિયા 5,00,001ની રકમનો ચેક ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપ્રત કરાયો હતો.

Bharuch : ભાજપાએ જરૂરિયાતમંદ 500 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો, અત્યારસુધી 1800 બાળકીઓના ખાતાં ખોલાયા
500 બાળકોને યોજનાનો લાભ અપાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:24 PM

ભરૂચ જિલ્લા ભાજપા(BJP) દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત બાળકો જેમની ઉંમર 10 વર્ષથી ઓછી છે એવી 500 બાળકીઓના ખાતામાં આજે ગુરૂવારે 1000 રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી 1800 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના (Sukanya Samriddhi Yojana) ખાતા ખોલવામાં આવ્યા છે. આજે 500 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એકત્ર કરાયેલ રૂપિયા 5,00,001ની રકમનો ચેક ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપ્રત કરાયો હતો.

આ યોજનામાં 10 વર્ષથી નીચેની વયની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોય તેવી બાળકીઓને આવરી લેવામાં આવી છે અને તેમને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, દિવ્યેશ પટેલ સાથે અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીર પટેલ અને યશવંત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને અપાવવા માટે આયોજનબદ્ધ રીતે જિલ્લા ભાજપ દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે.ગરીબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીકરી ના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ દ્વારા આ યોજનાનો લાભ 10 વર્ષની નીચેની ઉંમરની કુલ 1800 બાળકીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

17 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ સુધી 7272 જેટલી બાળકીઓને યોજનાનો લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા કરાયેલ પૈસા ક્યારે અને કેવી રીતે ઉપાડી શકાય?

યોજનાના પૈસા પરત મેળવવા અથવા રિટર્ન અંગે પણ માહિતી હોવી જરૂરી છે. આ યોજનાના નિયમો અનુસાર જ્યારે પુત્રી 18 વર્ષની થાય અથવા તે 10મું પાસ કરે ત્યારે તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં જમા થયેલ કુલ રકમમાંથી 50% રકમ ઉપાડી શકાય છે. આ સંદર્ભમાં પોસ્ટ ઓફિસના નિયમો કહે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી એકસાથે અથવા ટુકડામાં પણ પૈસા ઉપાડી શકાય છે. એક વર્ષમાં માત્ર એક જ વાર રકમ ઉપાડી શકાય છે અને ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ ફક્ત 5 વર્ષ માટે હપ્તામાં જ છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">