BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં 108 સેવા અંતર્ગત કુલ 19 એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અલગ અલગ કક્ષાનો ૯૦ કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે.

BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:16 PM

ઔદ્યોગિક નગરી ભરૂચ(Bharuch) ૭ થી વધુ ઔદ્યોગિક વસાહત(GIDC), 70 કિમી કરતા વધુ લાંબા નેશનલ હાઇવે(National Highway) અને ૪ તાલુકાના 180 કિલોમીટર  વિસ્તારના કોસ્ટલ એરિયા(Costal Area)ના કારણે નાની – મોટી ઘટનાઓને લઈ ખબરોમાં રહે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ 15.5 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા જિલ્લામાં આરોગ્યને લઈ હમેશા જરૂરિયાત વર્તાતી રહે છે. 108 સેવા દ્વારા જારી ડેટા અનુસાર વર્ષ ૨૦૨૧ માં ભરૂચમાં તબીબી સહાયના  24 હજાર કરતા વધુ લોકો માટે કોલ મળ્યા છે.

108 ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી સમગ્ર ગુજરાતમાં મેડિકલ ઇમરજન્સી સમયે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી જીવ બચાવવાનું  કાર્ય કરે છે. ઇમરજન્સી સમયે ૧૦૮ ઇમરજન્સી સેવા આજના સમયમાં પહેલો વિકલ્પ બની છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૧ માં ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત મદદ માંગી હતી.

કોરોનાના 1470 દર્દીઓ હોસ્પિટલ મોકલાયા  કોરોનાકાળમાં ૧૦૮ ની કામગીરી પ્રસંશનીય રહી છે. એક સમયે રોજના કેસની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી હતી ત્યારે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પુરી પાડવા સાથે હોસ્પિટલ ખસેડવામાં આ સેવા મદદરૂપ રહી હતી. વર્ષના 24000 દર્દીઓને તબીબી સહકય પુરી પાડનાર સેવા દરરોજ સરેરાશ ૬૫ દર્દીઓને તબીબી સહાય આપે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

માર્ગ અકસ્માતમાં 1697 લોકો ઈજાગ્રસ્ત  ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૧૯ એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અલગ અલગ કક્ષાનો ૯૦ કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે. જિલ્લામાં સૌથી વધુ 9500 થી વધુ મહિલાઓએ પ્રસુતિ માટે એમ્બ્યુલન્સની મદદ માંગી જયારે અકસ્માતોમાં 1697 લોકો ઈજાગ્રસ્ત(road accident in year 2021) બન્યા હતા.

પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે ૧૦૮ ની ટીમ કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દી અથવા ઇજાગ્રસ્તને તાત્કાલિક અને જીવ બચાવવા જરૂરી સારવાર માટે તે સુનિશ્ચિત કરે છે. ૯૦ કર્મચારીઓ સંક્રમણનું જોખમ અને કપરી પરિસ્થિતિઓ હોય તો પણ દર્દીઓ પ્રેત્યેની ફરજ નિષ્ઠા સાથે બજાવે છે.

વર્ષ 2021 દરમ્યાન ઇમરજન્સી કોલ આ મુજબ મળ્યા હતા

  • પ્રસુતિ                       9532
  • માર્ગ અકસ્માત         1697
  • કોરોના                     1470
  • શ્વાસની તકલીફ       1067
  • તબિત લથડવી        1493
  • ઝેરી દવા પીવાની    673
  • હૃદય રોગ                418
  • અન્ય                       7650
  • કુલ                         24000

આ પણ વાંચો :  Wedding Insurance :કોરોનાના કારણે લગ્ન રદ થશે તો મળશે રૂપિયા 10 લાખ સુધીનું વળતર, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Omicron variant: ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે રોગપ્રતિકારક શક્તિ બની રહી હોવાનો રિસર્ચમા ખુલાસો !

g clip-path="url(#clip0_868_265)">