AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકલેશ્વર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળ્યો, કારમાં સવાર 2 લોકોના મૃતદેહ પતરાં ચીરી બહાર કાઢવા પડ્યા

બી ડિવિઝન PI વી.યુ.ગડરિયાએ હ્યુન્ડાઇની મીની કાર હોવાનુ અને મૃતકો પૈકી અમદાવાદના ચાંદખેડાના વતની મૂળ પરપ્રાંતીય અખિલ અનુપકુમાર શ્રીવાસ્તવ અને રાણીપના અનુપ મિશ્રા હોવાની પ્રાથમિક માહિતી આપી હતી.

અંકલેશ્વર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળ્યો, કારમાં સવાર 2 લોકોના મૃતદેહ પતરાં ચીરી બહાર કાઢવા પડ્યા
In an accident between two trucks, the car was wrecked
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 9:36 PM
Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કારના સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના કરુણ  મોત નિપજ્યા હતા.  આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મૃતદેહ કાટમાળમાંથીબહાર ઢવા 3 ક્રેન અને એક ટેમ્પાની મદદ લેવાઈ હતી પણ સફળતા ન મળતા આખરે આખો કાટમાળ સરકારી દવાખાને લઈ લઈ જઈ તબીબોની હાજરીમાં DPMC ના એક્સપર્ટ્સની મદદથી બે કલાકની જહેમતે પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ અકસ્માત સોમવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર બપોરના સમયે સર્જાયો હતો.

અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કારમાં કેટલા લોકો સવાર હતા તેનો અંદાજ પણ મેળવી શકાયો ન હતો. કર્ણ પત્ર ચીરવામાં આવતા ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળી નજરે પડતા ફસાયેલા લોકોની સ્થિતિનો અંદાજ આવ્યો હતો. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી અકસ્માતગ્રસ્ત થઇ હતી.

દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં કારણો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં કાર ઓળખી શકાતી ન હતી. આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતા કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલ ટ્રકની બ્રેક ન લગતા  કાર સાથે ભટકાઈ હતી.કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવીચ બની ગઈ હતી.

બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 3 ક્રેનની મદદથી કારમાં સ્વર લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કારમાં સવાર બે વ્યક્તિના મૃતદેહ નજરે પડયા હતા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં DPMC ના એક્સપર્ટ્સ દ્વારા 2 કલાકની જહેમત બાદ કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને મૃતદેહોને પોસ્ટમોટર્મ અર્થે મોકલી બનાવ સંદર્ભે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બી ડિવિઝન PI વી.યુ.ગડરિયાએ હ્યુન્ડાઇની મીની કાર હોવાનુ અને મૃતકો પૈકી અમદાવાદના ચાંદખેડાના વતની મૂળ પરપ્રાંતીય અખિલ અનુપકુમાર શ્રીવાસ્તવ અને રાણીપના અનુપ મિશ્રા હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહ પોસ્ટ મોટર બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા.

Follow Us
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">