નબીપુર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ ક્ષતિગ્રસ્ત થતા 2 કલાક રેલ વ્યવહાર ખોરવાયો, 8 ટ્રેન મોડી પડી 2 રદ કરાઈ

|

May 03, 2022 | 2:53 PM

અનિચ્છિત પરિસ્થિતિ સર્જાવાના કારણે 09080 વડોદરા-ભરૂચ મેમુ અને 09082 ભરૂચ-સુરત મેમુ ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી છે. આ બંને ટ્રેનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત મુસાફરી કરતા હોય છે.

નબીપુર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ ક્ષતિગ્રસ્ત થતા 2 કલાક રેલ વ્યવહાર ખોરવાયો, 8  ટ્રેન મોડી પડી 2 રદ કરાઈ
તસ્વીરમાં ઉભી રખાયેલી ટ્રેન અને ક્ષતિગ્રસ્ત કેબલ નજરે પડે છે.

Follow us on

આજે ઈદ અલ-ફિત્ર ની મુસ્લિમ બિરાદરો ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પોતાના પરિવારજનો , પરિચિતો અને મિત્રોને મળીને ઈદની શુભકામના પાઠવી રહ્યા છે. આજે ઈદ માટે સ્વજનોને મળવા જઈ રહેલા અનેક લોકો માર્ગમાં અટવાઈ પડયા હતા. નબીપુર નજીક રેલ વ્યવહાર ખોરવાઈ જતા બે કલાકથી વધુ સમય માટે એ લાઈનનો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. 8ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો ઉપર અટકાવવાની ફરજ પડી હતી જયારે એક ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ રેલેવના ડિવિઝનલ રેલવે મેનેજરે ટ્વિટ દ્વારા સમારકામ પૂર્ણ કરી રેલવ્યવહાર શરૂ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાના અરસામાં નબીપુર અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે 25000 વોલ્ટના ઓવરહેડ કેબલમાં ક્ષતિ સર્જાઈ હતી. ટેક્નિકલ ફોલ્ટના કારણે વીજપુરવઠો ઠપ્પ થતા વડોદરાથી મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. લગભગ ૨ કલાક સુધી ટ્રેન મંઝિલ દોડવામાં સક્ષમ ન રહેતા અલગ – અલગ 8 ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશનો ઉપર થોભાવી દેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ક્ષતિગ્રસ્ત ઓવરહેડ કેબલના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

બે કલાકની જહેમત બાદ મેઈન લાઈનના ઓવર હેડ કેબલના સમારકામને પૂર્ણ કરાયું હતું. સફળ ટ્રાયલ બાદ રેલ વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનો બે કલાક સુધી મોદી પડી હતી જેને પ્રાથમિકતાના આધારે રવાના કરવામાં આવી હતી. DRM એ સત્તાવાર રેલ વ્યવહાર શરૂ કરી દેવાયો હોવાનું જણાવ્યું છે.

અનિચ્છિત પરિસ્થિતિ સર્જાવાના કારણે 09080 વડોદરા-ભરૂચ મેમુ અને 09082 ભરૂચ-સુરત મેમુ ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી છે. આ બંને ટ્રેનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત મુસાફરી કરતા હોય છે. આજે ઈદનો પર્વ હોવાથી મોટાભગની ઓફિસોમાં રજા છે જયારે વેકેશન હોવાના કારણે ટ્રેડ રદ થવાથી મુસાફરોની અટવાઈ પડવાની સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું ન હતું. જોકે આજે ઈદના પર્વે સ્વજનોને ઈદની શુભકામના પાઠવા રવાના થયેલા લોકો રેલ વ્યવહાર પ્રભાવિત થવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.

આ પણ વાંચો : Ankleshwar : SP ડો.લીના પાટીલે ઇદગાહ ખાતે પહોંચી મુસ્લિમો બિરાદરોને ઈદની શુભકામના પાઠવી

આ પણ વાંચો :  ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ ઠપ્પ થઇ જતા 5 મૃતદેહ ડીકમ્પોઝ થયા, એનજીઓની રજુઆત બાદ સમારકામ શરૂ કરાયું

Published On - 1:39 pm, Tue, 3 May 22

Next Article