BHARUCH : સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે વિદ્યાર્થીનીની શારીરિક અડપલાંની ફરિયાદ બાદ આચાર્યની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવી

અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે.

BHARUCH : સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે વિદ્યાર્થીનીની શારીરિક અડપલાંની ફરિયાદ બાદ આચાર્યની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવી
Viren Ghadiyali - Principal , Sajod High School
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:26 PM

અંકલેશ્વર રુરલ પોલીસ સ્ટેશનમાં સરકારી શાળાના આચાર્યે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ બાદ આચાર્યની ચાવજ રોડ નજીક ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સંદર્ભે પોલીસ લાશનું પોસ્ટ મોટર્મ  કરાવી મામલો હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ શરુ કરી છે.

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ આચાર્ય લાપતા બન્યા હતા જેની ગુરૂવારે મોડી રાતે ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથનણ ગામ નજીક  વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવી છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના પુસ્તકો આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથકે 5 દિવસ પેહલા નોંધાવવામાં આવી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં શું લખવામાં આવ્યું છે હજુ તે હકીકત પોલીસે જાહેર કરી નથી જોકે પ્રાથમિક અનુમાન મુજબ બદનામીના કારણે આત્મહત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આત્મહત્યાની ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની રાહબરી હેઠળ આખા મામલાની તપાસ ચાલી રહી છે. ઘટનામાં આચાર્ય ઉપર થયેલી ફરિયાદ અને ત્યાર બાદ તેમના લાપતા બનવા સહીત આત્મહત્યા કરી નાખવાની ઘટનાના તમામ પાસાઓની પોલીસે તપાસ હાથ ધરી એક પછી એક કડીઓ જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :  Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

આ પણ વાંચો : અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">