BHARUCH : માનવતા મરી પરવારી, મદદના અભાવે મુકબધીર પુત્ર માતાનો મૃતદેહ પાટિયા ઉપર ઘસડતો સ્મશાન સુધી પહોંચ્યો

સ્થાનિક બોરભાઠા ગામના યુવાનોને આ બાબતથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને વાકેફ કરતા તેઓ યુવાનની મદદે દોડી ગયા હતા. ધર્મેશે યુવાનને મદદ કરી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

BHARUCH : માનવતા મરી પરવારી, મદદના અભાવે મુકબધીર પુત્ર માતાનો મૃતદેહ  પાટિયા ઉપર ઘસડતો સ્મશાન સુધી પહોંચ્યો
deaf and dumb son reached the crematorium with mothe's body
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:44 AM

કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. એક મુકબધીર પુત્ર તેની માતાનું નિધન થતા મદદના અભાવે માતાના મૃતદેહને પાટિયા ઉપર મૂકી ઘસડીને સ્મશાને પહોંચ્યો હતો.

ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મુકબધીર યુવાને માતાના મૃતદેહની અંતિમક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના દ્રશ્યોએ આખો ભીંજવી દે તેવા હતા.

અંકલેશ્વરના એક મુકબધીરે માતાના અંતિમ સંસ્કાર માટે માતાના મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક રસ્સીના સહારે નાનકડી ગડીવાળી વાળા પાટિયા ઉપર જાહેર માર્ગ ઉપરથી સ્મશાનમા અંતિમ સંસ્કાર કરવા અર્થે આવતા એક સમયે સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની જતા તેઓની આખો ભીની થઇ ગઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સ્થાનિક બોરભાઠા ગામના યુવાનોને આ બાબતથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને વાકેફ કરતા તેઓ યુવાનની મદદે દોડી ગયા હતા. ધર્મેશે યુવાનને મદદ કરી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે તે કોઈને મદદ માટે સમજાવી ન શક્યો કે કોઈએ મદદ ન કરી તે તપાસનો વિષય છે પરંતુ આ યુવાનની પરિસ્થિતિ ચોક્કસ દયનિય ગણી શકાય તેમ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, નવા 1259 કેસ નોંધાયા, ત્રણના મોત, ઓમીક્રોનના 16 કેસ

આ પણ વાંચો : આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

g clip-path="url(#clip0_868_265)">