આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:21 PM

આપ નેતા ઇસુદાન ગઢવીની પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જો કે ગણતરીની મિનિટોમાં જ તેમને જામીન પણ મળ્યા છે.

ગુજરાતમાં(Gujarat) પેપર લીક(Paper Leak)કાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આપ નેતા (AAP)ઇસુદાન ગઢવીનો (Isudan Gadhvi) લિકર ટેસ્ટ (Liquor test)પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે પત્રકાર પોતે દારૂ ન પીધો હોવાનો પત્રકાર પરિષદમાં દાવો કર્યા બાદ ઈશુદાન ગઢવી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હાજર થયા છે. તેમની સાથે તેમના વકીલ પણ છે. આ દરમ્યાન પોલીસે તેમની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જો કે ગણતરીની મિનિટોમાં જ તેમને જામીન પણ મળ્યા છે.

લીકર ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો

આ સમગ્ર પ્રકરણમાં ભાજપના મહિલા નેતાએ આપના વિરોધ પ્રદર્શન દરમ્યાન આપ નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હોવાની ફરિયાદ કરી હતી. જેની બાદ પોલીસે સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો. જો કે પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પલગે પોલીસે તેમના બ્લડ સેમ્પલના તપાસ એફએસએલ મારફતે કરાવી હતી. જેમાં લીકર ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પલગે તેમની વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઇઆર નોંધવામાં આવશે. જેના પલગે તેવો પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.

ઉલ્લેખનીય છે આપ નેતા ઇસુદાન ગઢવી અને બીજા અન્ય કાર્યકરોને અદાલતે 11 દિવસ બાદ જામીન મંજૂર કર્યા છે.

વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે

આ ઉપરાંત આ પૂર્વે ઇસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, “હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો નથી.” આપ નેતા ઇસુદાન ગઢવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ” મેં જિંદગીમાં કયારેય દારુ પીધો નથી, વિરોધ કરવો વિરોધ પક્ષનું કામ છે, વિરોધ કરવા જતા વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે. ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે

આ પણ વાંચો : ગાંધીનગરમાં શિક્ષણપ્રધાને કિશોરોમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે

Published on: Jan 03, 2022 05:16 PM
g clip-path="url(#clip0_868_265)">