AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, નવા 1259 કેસ નોંધાયા, ત્રણના મોત, ઓમીક્રોનના 16 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858 એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, નવા 1259 કેસ નોંધાયા, ત્રણના મોત, ઓમીક્રોનના 16 કેસ
Gujarat Corona Update (File Photo)
| Updated on: Jan 03, 2022 | 8:56 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં 03 જાન્યુઆરીના રોજ ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે અને ઓમીક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.

જેમાં અમદાવાદમાં સૌથી વધુ 631, સુરતમાં 213, વડોદરામાં 68, રાજકોટમાં 37, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24,ગાંધીનગર 18, ભાવનગર 17 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858 એ પહોંચી છે. તેમજ રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત થયા છે . જયારે અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,34,538 પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047 છે.

ગુજરાતમાં આજે નવા નોંધાયેલા ઓમીક્રોનના કેસની વિગત પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં કુલ 7 લોકોને નોંધાયા છે. જેમાં 6 પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે.તેમાંથી પાંચ લોકો ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે વડોદરાના 01, કચ્છમાં 01, ખેડામાં 01, જામનગરમાં 01, જામનગર જિલ્લામાં 01, સુરતમાં 01 અને આણંદમાં 02 લોકોમાં કોરોનાનો નવો વેરીએન્ટ ઓમીક્રોન જોવા મળ્યો છે.

આ ઉપરાંત અત્યાર સુધી નોંધાયેલા ઓમીક્રોનના કેસોના વિગતની વાત કરીએ તો, અમદાવાદમાં કુલ 57, 24 ડિસ્ચાર્જ, વડોદરામાં 25 કેસ, 20 ડિસ્ચાર્જ, સુરત 17 કેસ, 12 ડિસ્ચાર્જ, ખેડા 08 કેસ, 6 ડિસ્ચાર્જ, રાજકોટ 06 કેસ, 01 ડિસ્ચાર્જ, ગાંધીનગર 05 કેસ, 04 ડિસ્ચાર્જ, જામનગર 04 કેસ, 03 ડિસ્ચાર્જ, મહેસાણા 04 કેસ, 04 ડિસ્ચાર્જ, કચ્છ 03 કેસ, 0 ડિસ્ચાર્જ, ભરૂચ 02 કેસ, 01 ડિસ્ચાર્જ, વડોદરા 01 કેસ, 0 ડિસ્ચાર્જ, પોરબંદર 01 કેસ, 01 ડિસ્ચાર્જ, જૂનાગઢ 01 કેસ, 01 ડિસ્ચાર્જ, બનાસકાંઠા 01 કેસ,01 ડિસ્ચાર્જ, જામનગર જિલ્લો 01 કેસ, 0 ડિસ્ચાર્જ, અમરેલી 01 કેસ, 0 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રૉનના કુલ દર્દીઓની સંખ્યા 152 થઈ છે. જે પૈકી 85 ઓમિક્રૉન દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી, યુરિયા બાદ પોટાસ ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો

આ પણ વાંચો : અમદાવાદ રેલ્વે પોલીસની દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને ઝડપ્યા, 72 દારૂની બોટલ ઝડપી

g clip-path="url(#clip0_868_265)">