AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં નીરસ જયારે તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું, બે મહિલા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી

ભરૂચ નગર પાલિકા(Bharu Nagar Palika) વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકા(Bharuch Taluka Panchayat)ની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મિષ્ઠા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડી હતી.

BHARUCH : પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં નીરસ જયારે તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું, બે મહિલા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી
By-elections Voting
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:06 PM
Share

ભરૂચ જિલ્લામાં બે બેઠકો માટે આજે મતદાન થયું હતું. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બન્ને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. નિકોરા બેઠક પર 63.40 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 33.10 % મતદાન નોંધાયું હતું.

રાજ્યમાં ગાંધીનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની 46 બેઠકો, જિલ્લા પંચાયતની 7 બેઠકો અને નગર પાલિકાઓની 39 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ મતદાન 55 % આસપાસ રહ્યું છે. ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકાની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મીષ્ટા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડી હતી. બન્ને ખાલી પડેલી મહિલા બેઠક માટે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ ગાઈડલાઈન હેઠળ પેટા ચૂંટણી યોજાઈ હતી.

સવારે 7 વાગ્યાથી મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10 ની બેઠક માટે માત્ર 33.10 ટકા મતદાન થયું હતું. કુલ 16506 મતદારો પૈકી 5464 એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગાઢ માનવામાં આવે છે જોકે ગત ટર્મમાં AIMIM એ એક બેઠક હાંસલ કરી ગાબડું પાડયું હતું.

ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતુ. કુલ 7625 મતદારો પૈકી 4835 એ મતદાન કરતા ટકાવારી 63.40 ટકા નોંધાઇ હતી.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગઢ એવા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. નિકોરા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આગામી 5 ઓક્ટોબરે બન્ને બેઠક માટે મતગણતરી હાથ ધરાનાર છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું હતું. ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાયું જ્યારે રાજ્યની 3 નગરપાલિકા થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થઇ જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : Surat: રાજ્યમંત્રીની જન યાત્રામાં લોકોએ કર્યો એવો વિરોધ કે પોલીસને પડી ગયો પરસેવો, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો : JAMNAGAR : કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કૃષિ વિભાગ રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા કામ કરશે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">