AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : 31 જાન્યુઆરીએ બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ

31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોદ કરી બે લકઝરી બસ આગના હવાલે કરી દીધી હતી.

BHARUCH : 31 જાન્યુઆરીએ બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ
31 જાન્યુઆરીએ ટોળાએ બે બસ સળગાવી દીધી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:11 AM
Share

31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી બે લકઝરી બસ આગના હવાલે કરી દીધી હતી. ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો ત્યારસુધીમાં બંને વાહનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરુ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી 2022ના રોજ શેરપરુા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્ને બસોને સળગાવી ડ્રાઇવરને માર માર્યો હતો.

ઘટના સંદર્ભે ગુના રજીસ્ટર નંબર 176 / 2022 અંતર્ગત ઇ.પી.કો. કલમ ૩૯૫, ૧૪૩, ૧૪૭,૩૨૩,૫૦૪,૪૩૫ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઇ ઐયબુ ભાઇ અહમદભાઇ પટેલ , સઇદભાઇ અહમદભાઇ ઇસશાભાઇ પટેલ ,ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ વલીભાઇ પટેલ , સાદીકભાઇ યાકુબભાઇ અહમદભાઇ પટેલ અને મોહસીન યાકુબભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ શેરપુરા ગામના રહેવાસી છે.

ધરપકડ કરાયેલા 5 આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે. નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે. ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉફેભીખી અબ્દુલ હક , પટેલ ઇલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપુરા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહારઆવ્યું છે.

આ પણ વાંચો : Bharuch : દહેજ રોડ ઉપર અકસ્માતમાં સ્થાનિકના મોતની ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી બે બસ સળગાવી

આ પણ વાંચો : Bharuch : દહેજ રોડ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં આગ લગાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">