Bharuch : દહેજ રોડ ઉપર ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં આગ લગાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી
ભરૂચના(Bharuch) દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની(Accident) ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ(Fire) લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી. તેમજ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ પર ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટનામાં બસની અડફેટે એક સ્થાનિક ગંભીરરીતે ઈજાગસ્ત થવાથી તેનું મોત નિપજતા સ્થાનિક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ અતિવ્યસ્ત દહેજ રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો : ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો : વિશ્વાસધાત : પતિએ જ પત્નીએ બદનામ કરવાનો કારસો રચ્યો, સાયબર ક્રાઇમે પતિની ધરપકડ કરી
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
