Bharuch : દહેજ રોડ ઉપર અકસ્માતમાં સ્થાનિકના મોતની ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી બે બસ સળગાવી

માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 10:54 PM

ભરૂચ(Bharuch )ના દહેજ રોડ ઉપર શેરપુરા(Sherpura ) ગામ નજીક અકસ્માત(Accident )ની એક ઘટના બાદ રોષે ભરાયેલા સ્થનિકોએ ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી એક બસ(Bus )ને આગ લગાડી (Fire)દીધી હતી. રાતે 9 વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

 

દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રૂષતમ આદામ મચવાલાને અડફેટે લેતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ સ્નિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળા એ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તા જામથી દહેજ,જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.

જોત જોતામાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલા ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી.

 

આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ

 

આ પણ વાંચો :  ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ: હત્યારાઓને ફાંસીની માગ સાથે રાજકોટમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">