Ambaji Video : ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કરોડોનો વીમો, QR કોડથી જાણી શકાશે માહિતી, ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

|

Sep 12, 2024 | 1:31 PM

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Ambaji Video : ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કરોડોનો વીમો, QR કોડથી જાણી શકાશે માહિતી, ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા
Ambaji

Follow us on

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી આવતા લાખો માઇભક્તોની સુવિધા માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ પૂરુ પાડશે વીમા કવચ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખો માઇભક્તોની જાનમાલની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવ્યો છે. ભાદરવી પુનમના મેળામાં અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઇ માનવસર્જીત કે કુદરતી હોનારતની ઘટના બને તો યાત્રીકોને વિમાનું લાભ મળી શકે છે. જેનાં માટે મંદિર ટ્રસ્ટે કરોડો રુપિયાની રકમનો વિમો ઉતરાવ્યો છે. વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

QR કોડ દ્વારા જાણી શકાશો પ્રસાદથી લઈ પાર્કિંગ સુધીની માહિતી

અંબાજી આવી રહેલા ભક્તોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ વખતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌ પ્રથમ વખત QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો સમાવેશ કરાયો છે. એટલું જ નહીં અંબાજી મંદિરના દર્શનના સમયની સાથે કઇ સુવિધા કઇ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેનું પણ માર્ગદર્શન QR કોડ થકી મળી શકશે. મતલબ કે ફક્ત એક ક્લિકથી જ યાત્રિકો જરૂરી તમામ સુવિધાથી અવગત થઇ શકશે. આ સાથે જ કોઇ પણ પ્રકારની હાલાકી વગર આરામથી માના દર્શન કરી શકશે.

ST વિભાગે 10 હંગામી બસ સ્ટેશન બનાવ્યા

બીજી તરફ રાજ્યનું ST તંત્ર પણ મેળાને લઇને સજ્જ બન્યું છે.પગપાળા અંબાજી આવતા મુસાફરોને પોતાના વતન પરત જવા માટે ST વિભાગ દ્વારા 1 હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અંબાજીમાં વિવિધ સ્થળે 10 હંગામી બસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે.

યાત્રિકો માટે બસની વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં દાંતા તરફ જવા માટે હંગામી બસ સ્ટેશન ઉભું કરાયું છે. તો ખેડબ્રહ્મા,અમદાવાદ જવા માટે GMDC વિસ્તારમાં બસો ઉભી રહેશે. તો આબુ રોડ, પાલનપુર, ડીસા જવા માટે ગબ્બર સર્કલ પર વ્યવસ્થા કરાઇ છે. ભાદરવી પૂનમના મેળાને લઇને ST વિભાગનો 5 હજાર કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહેશે.

Next Article