Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે મા અંબાને ખાસ પ્રકારનુ ચામર કરાશે અર્પણ, 51 શક્તિપીઠ પર યોજાશે ચામર યાત્રા

માં અંબાને કેટલાક ભકતો દ્વારા વિશેષ ચામર અર્પણ કરવામાં આવશે. આજે 51 શક્તિપીઠ મહોત્સવના પ્રારંભ પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજાશે

આજે મા અંબાને ખાસ પ્રકારનુ ચામર કરાશે અર્પણ, 51 શક્તિપીઠ પર યોજાશે ચામર યાત્રા
Chamar YatraImage Credit source: simbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:55 AM

શક્તિપીઠ અંબાજી ખાતે આજ થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા યોજાવવાની છે. જેમાં માઈ ભક્તો તેમની શક્તિ અનુસાર સેવા આપી રહ્યાં છે. આજે 51 શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ચામરયાત્રા પણ યોજાશે.

આ પણ વાંચો : Gujarati Video : અંબાજીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી પાટોત્સવનું આયોજન,ગબ્બર પર જવા માટે ડાઇવર્ઝન અપાયું

51 શક્તિ પીઠ પર યોજાશે ચામર યાત્રા

જય ભોલે ગ્રૃપના દીપેશભાઈ બી પટેલ અને અન્ય સભ્યો માં અંબાના ચરણમાં ચામર અર્પણ કરીને 51 શક્તિ પીઠ પર ચામર યાત્રા કરશે. શિવમહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી.

ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો

યાક રિસર્ચ સેન્ટરની મુલાકાત

માં અંબાના ગર્ભ ગૃહમાં હજી પ્રાચીન ચામર હયાત છે. તેવામાં માતાજીને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળતી ચામર જેવી જ ચામર મા અંબા માટે બનવાવવા યાક રિસર્ચ સેન્ટરની અમદાવાદના ભક્તોએ મુલાકાત લીધી હતી. તેમને યાક રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળ્યું કે 44 હજારથી વધુ યાક છે. તેમાંથી ફક્ત 8 સફેદ યાક છે. સફેદ યાકમાં પણ જે યાક નાન્યતર જાતિની હોય તેની પૂંછડીમાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 યાક જ મળવાપાત્ર છે. અમદાવાદથી લેહ સફેદ યાક શોધવા માટે ગયેલા ભક્તોએ યાક રિસર્ચ સેન્ટરથી વિગતો મેળવીને લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા.

ચામર બનાવવા બૌદ્ધ ગુરુની સલાહ લીધી

પહાડી વિસ્તારમાં યાકના ઝુંડમાં સફેદ યાક જોવા મળતા જ સાથે લઈ ગયેલા બૌદ્ધ ગુરુની સલાહ લીધી હતી. તેમના દ્વારા સમજાવતા પશુપાલકે સફેદ યાકના વાળ લેવા માટે અનુમતિ આપી હતી. જે રીતે અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. 51 શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
g clip-path="url(#clip0_868_265)">