Ambaji ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન, તૈયારીઓ આખરી તબક્કામાં

શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજનારા 51 શક્તિપીઠ પરિક્રમા પથની વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ 51 શક્તિપીઠ ના દર્શન કરવાનો અમૂલ્ય અવસર અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ યોજાશે

Ambaji ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન, તૈયારીઓ આખરી તબક્કામાં
Ambaji TempleImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 7:14 PM

શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજનારા 51 શક્તિપીઠ પરિક્રમા પથની વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ 51 શક્તિપીઠ ના દર્શન કરવાનો અમૂલ્ય અવસર અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ યોજાશે જેને લઇને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે.

5 શક્તિ રથને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓમાં રવાના કરાયા હતા

ત્યારે આ મહોત્સવમાં સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે. જેને લઈને પરિક્રમા પથ સહિત પાર્કિંગ સ્થળો, લાઇટ એન્ડ સાઉન્ડ શોના સ્થળે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી 5 શક્તિ રથને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓમાં રવાના કરાયા હતા.

રાજ્યોમાંથી મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરાયું

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠ નું હૃદય અરવલ્લીની ગિરિમાળામાં ધબકે છે ભારત ઉપરાંત નેપાળ પાકિસ્તાન શ્રીલંકા અને બાંગ્લાદેશ તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરાયું છે જ્યારે ભાદરવી પૂનમ હોય કે શક્તિપીઠની પરિક્રમા હોય આ તમામનું આયોજન ભાદરવી પૂનમિયા સંગ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત તમામ કાર્યક્રમો ભાદરવી પૂનમ સંઘ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

51  શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રધ્ધાળુઓ 2.5 કિમી લાંબા પરિક્રમા માર્ગ પર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો ને નિહાળવા તથા પંચ દિવસીય 51  શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, આનંદ ગરબા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે

g clip-path="url(#clip0_868_265)">