રખડતા ઢોરનો આતંક ! ડીસામાં વિદ્યાર્થિનીને આખલાએ અડફેટમા લેતા થઈ ગંભીર ઈજા

શાળામા જતા રસ્તામા વિદ્યાર્થિનીને આખલાએ અડફેટમા લીધી હતી. આ ઘટના પહેલા પણ આ વિસ્તારમા રખડતા ઢોરના ત્રાસથી 5 લોકોના મોત થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. છતા પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 9:50 AM

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે ઘણી વખત નાના બાળકોને , સ્ત્રીઓને કે વયોવૃદ્ધોને અથવા તો વાહનોને પણ નુકસાન પહોચે છે. જેના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વાર બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામા જોવા મળ્યો છે. ડીસાના શિવનગરમા આખલાઓનો આતંક જોવા મળતા લોકો રોષે ભરાયા છે. ડીસાના શિવનગરના સ્પોર્ટ ક્લબ પાસે આખલાએ શાળાની વિદ્યાર્થિનીને અડફેટમા લીધી છે. જેના કારણે તે વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થઈ છે. એવુ સામે આવ્યું છે કે આ વિદ્યાર્થિની આઠમા ધોરણમા અભ્યાસ કરતી હતી અને તે શાળામા જતા રસ્તામા વિદ્યાર્થિનીને આખલાએ અડફેટમા લીધી હતી. આ ઘટના પહેલા પણ આ વિસ્તારમા રખડતા ઢોરના ત્રાસથી 5 લોકોના મોત થયા હતાં. છતા પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠેલ છે જેના કારણે સ્થાનિકો રોષે ભર્યા છે.

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ

આ અગાઉ પણ રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને ઈજા થઈ છે અને કેટલાક લોકોના મોત નિપજ્યાં છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં પણ રખડતા ઢોરે એક યુવકને અડફેટમા લીધો હતો અને તેને ગંભર ઈજા બાદ તેનુ મોત થયું હતું. ભાવનગરમા ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસે યુવાનનું મોત નિપજ્યુ હતું તે મૂળ મહેસાણાનો યુવક હતો. જેનું નામ યુવક રવિ પટેલ હતું તે કાળિયાબીડ વિસ્તારમાં રહેતો હતો અને તે કાળિયાબીડથી મામસા ફેક્ટરી જતો હતો તે સમયે રખડતા ઢોરે ટક્કરમારી હતી જેના કારણે તેનું મોત તયું હતું.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">