ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 31 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

ડીસા (Deesa)રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં સામાજીક આગેવાનો અને શ્રેષ્ઠી માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દિકરીને સમૂહ લગ્નમાં જોડીને એક અનોખી પહેલ કરી છે.

ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 31 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
The first mass wedding of the Rabari community was held at Samsherpura in Deesa
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Apr 17, 2022 | 4:40 PM

Banaskantha : 21મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે. ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજે (Rabari Samaj)પણ સામાજીક કુરીવાજોને બાજુ પર મુકીને દિકરા દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે રવિવારે ડીસાના(Deesa) સમશેરપુરા ખાતે યોજાયેલા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં (Mass Marriage)સંતો-મહંતો સહિત આગેવાનોએ હાકલ કરી હતી.

રબારી સમાજમાં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજોને ભુલી સમૂહ લગ્નમાં જોડાય તે માટે રબારી સમાજના આગેવાન, શ્રી. એમ. એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલના 10 વિઘા જમીનના ભૂમિ દાતા, સમૂહ લગ્નમાં ભોજન અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને રબારી સમાજમાં એક અનોખી પહેલ કરી છે. રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ભોજન દાતા અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, કેશાજી ચૌહાણ, હરીભાઈ ચૌધરી, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં 31 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરવામાં આવી હતી.

ડીસા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં સામાજીક આગેવાનો અને શ્રેષ્ઠી માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દિકરીને સમૂહ લગ્નમાં જોડીને એક અનોખી પહેલ કરી છે. જેને રબારી સમાજ કયારેય નહી ભુલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. મોંઘવારીના સમયમાં રબારી સમાજમાં લગ્નો પાછળ થતાં મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરીવાજોને નેસ્ત નાબુદ કરવા માટે રબારી સમાજના સાથ સહકારથી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્નમાં જોડાઈને આ અભિયાનને આગળ વધારવામાં આવશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો :સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપમાં રૂ. 1.32 લાખ કરોડનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું સૌથી વધુ નુકસાન

આ પણ વાંચો :Alia Bhatt Wedding: ‘મારી દીકરી જેવી છે…’, આલિયાની વિદાયમાં ડ્રાઈવર સુધીના લોકોના આંસુ છલકાયા, અભિનેત્રી સાથે છે નાનપણથી લગાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">