સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપમાં રૂ. 1.32 લાખ કરોડનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું સૌથી વધુ નુકસાન

ગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10માંની સાત કંપનીઓની માર્કેટ કેપ (Market Cap) સામૂહિક રીતે રૂ. 1,32,535.79 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. ટૂંકા ટ્રેડિંગ સત્રોના સપ્તાહ દરમિયાન 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,108.25 પોઈન્ટ અથવા 1.86 ટકા ઘટ્યો છે.

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપમાં રૂ. 1.32 લાખ કરોડનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું સૌથી વધુ નુકસાન
Sensex
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 4:08 PM

સેન્સેક્સ (BSE Sensex)ની ટોચની 10માંની સાત કંપનીઓની માર્કેટ મૂડી (Market Cap) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,32,535.79 કરોડ ઘટી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. ટૂંકા ટ્રેડિંગ સત્રોના સપ્તાહ દરમિયાન 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,108.25 પોઈન્ટ અથવા 1.86 ટકા ઘટ્યો છે. સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઈનાન્સ અને HDFCના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો. બીજી તરફ ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને અદાણી ગ્રીન એનર્જી લાભમાં હતા. અદાણી ગ્રીન એનર્જી ગયા સપ્તાહે ટોપ 10 કંપનીઓની યાદીમાં સામેલ થઈ છે.

રિપોર્ટિંગ સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 43,491.37 કરોડ ઘટીને રૂ. 17,26,714.05 કરોડ થયું હતું. તે જ સમયે ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 27,953.78 કરોડ ઘટીને રૂ. 7,35,611.35 કરોડ રહ્યું હતું.

HDFC બેંકને પણ મોટું નુકસાન

HDFC બેન્કની બજાર સ્થિતિ રૂ. 27,866.34 કરોડ ઘટીને રૂ. 8,12,338.57 કરોડ અને HDFCની બજાર સ્થિતિ રૂ. 14,631.11 કરોડની ખોટ સાથે રૂ. 4,31,028.49 કરોડ ઘટી હતી. TCSની બજાર સ્થિતિ રૂ. 9,348.88 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 13,39,688.48 કરોડ પર આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જ્યારે, હિન્દુસ્તાન યુનિલિવરનું બજાર મૂલ્ય રૂ. 7,119.26 કરોડ ઘટીને રૂ. 5,05,737.77 કરોડ અને બજાજ ફાઈનાન્સનું બજાર મૂલ્ય રૂ. 2,125.05 કરોડ ઘટીને રૂ. 4,43,685.79 કરોડ થયું હતું. આ વલણથી વિપરીત નવી સમાવિષ્ટ કંપની અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 84,581.99 કરોડ વધીને રૂ. 4,48,050.99 કરોડ થઈ છે. તે જ સમયે ICICI બેન્કની માર્કેટ મૂડી રૂ. 5,559.02 કરોડ વધીને રૂ. 5,29,739.59 કરોડ અને SBIની માર્કેટ મૂડી રૂ. 1,249.45 કરોડ વધીને રૂ. 4,61,848.65 કરોડ થઈ છે.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, ICICI બેન્ક હિન્દુસ્તાન યુનિલિવર, SBI, અદાણી ગ્રીન, બજાજ ફાઈનાન્સ અને HDFC આવે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે આ સપ્તાહે શેરબજારમાં ઘટાડાનો માહોલ રહ્યો છે. વિદેશી બજારોના નકારાત્મક સંકેતોને કારણે આ સપ્તાહે બજારમાં મુખ્ય સૂચકાંકો લગભગ 2 ટકાનો ઘટાડો નોંધીને બંધ થયા છે. સપ્તાહ દરમિયાન માત્ર 3 દિવસ કારોબાર થયો હતો અને ત્રણેય દિવસે બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચો :કેનેડાના ટોરોન્ટોમાં મસ્જિદની બહાર ઉભેલા લોકો પર હુમલો, વાહનમાંથી હુમલાખોરોએ ચલાવી ગોળીઓ, ઓછામાં ઓછા પાંચ લોકો થયા ઘાયલ

આ પણ વાંચો :Surat: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સુરત મુલાકાતે, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

g clip-path="url(#clip0_868_265)">