પોષી પૂનમનો મા અંબેનો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવાયો, અંબાજી મંદિરમાં ઉમટયું ભક્તોનું ઘોડાપૂર
રાજ્યના અંબાજી (Ambaji) સહિતના મોટા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અંબાજીમાં મા અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે. હાથીની અંબાડી પર આરૂઢ થઈ મા અંબાજીની શોભાયાત્રા કાઢવામાં આવી છે.

આજે પોષી પૂનમે માતાજીની પૂજા અને આરાધનાનું વિશેષ મહત્વ છે. સનાતન પરંપરામાં દર મહિનાની પૂર્ણિમાનું ઘણું ધાર્મિક મહત્વ છે. વર્ષમાં આવતી દરેક પૂર્ણિમાનું પણ વિશેષ મહત્વ હોય છે. પોષ મહિનાના આવતી આ પૂર્ણિમાના દિવસે, જળ તીર્થ પર જવાથી, સ્નાન કરવાથી, દાન કરવાથી અને પ્રાર્થનાનો પાઠ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. વર્ષનો પ્રથમ પૂર્ણ ચંદ્ર 06 જાન્યુઆરી 2023ના રોજ છે. પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ છે. ત્યારે પૂજા, આરાધનાની દ્રષ્ટિએ તેમજ મા અંબાના પ્રાગ્ટય દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.
મા અંબેનો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવાયો
રાજ્યના અંબાજી સહિતના મોટા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અંબાજીમાં મા અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે. હાથીની અંબાડી પર આરૂઢ થઈ મા અંબાજીની શોભાયાત્રા કાઢવામાં આવી છે. બીજી તરફ નાના અંબાજી તરીકે જાણતી ખેડબ્રહ્મામાં અંબે માતાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. ખેડબ્રહ્માના મંદિરને ફુગ્ગા અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને 56 ભોગનો અન્નકૂટ ભરવામાં આવ્યો છે. જ્યારે શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પણ શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ મહેસાણા જિલ્લાના ઊંઝામાં મા ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.
અંબાજી મંદિરમાં ઉમટયું ભક્તોનું ઘોડાપૂર
યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાશક્તિ યજ્ઞ, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. ગબ્બરની અખંડ જ્યોતનો ભાગ અંબાજી મંદિરમાં લાવવામાં આવ્યો હતો. મંદિરના શક્તિ દ્વારથી માતાજીની શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. પ્રાગટ્યોત્સવને લઈ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના કાળના બે વર્ષ બાદ પોષી પૂનમના દિવસે પ્રાગટ્યોત્સવ ઉજવાતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.