ખાખી પર કલંક ! CID ક્રાઇમની ગાડીમાંથી કોન્સ્ટેબલ 17 પેટી દારૂ સાથે ઝડપાયો

|

Jun 07, 2022 | 12:16 PM

રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. હાલ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌધરીની (Constable Vishnu Chaudhry) ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ખાખી પર કલંક ! CID ક્રાઇમની ગાડીમાંથી કોન્સ્ટેબલ 17 પેટી દારૂ સાથે ઝડપાયો
Panthavada Police Station (File Photo)

Follow us on

Banaskantha : જો કોઇ ખાખીધારી પોલીસકર્મી (Police) દારૂની ખેપ મારતો ઝડપાય તો…! ચોક્કસ સવાલ સર્જાય. આવી જ એક સવાલો સર્જતી ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે . જ્યાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌધરીની (Constable Vishnu Chaudhry) પણ ધરપકડ કરી છે. બાતમીના આધારે પાંથાવાડ નજીક પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વિષ્ણુ રાજસ્થાનથી (Rajasthan) દારૂનો જથ્થો લઇને આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમના DYSP લાંબી રજા પર છે,જેનો લાભ ઉઠાવી ઇન્ચાર્જ DYSPની નજર ચૂકવીને કોન્સ્ટેબલ વિષ્ણુએ સરકારી વાહનનો દૂરપયોગ કર્યો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મહત્વપૂર્ણ છે કે અગાઉ રાજકોટ પોલીસ (Rajkot Police)દારૂકાંડમાં બદનામ થઇ ચૂકી છે અને બુટલેગર સાથે રાજકોટ પોલીસની સાંઠગાંઠનો પર્દાફાશ થઇ ચૂક્યો છે, ત્યારે સત્તા અને હદ બહાર થયેલા ગુના મામલે પાંથાવાડ પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

કોની રહેમરાહ હેઠળ વિષ્ણુ દારૂની હેરફેરનું જોખમ ઉઠાવ્યું ?

જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે, કોન્સ્ટેબલ વિષ્ણુ પોલીસકર્મી છે કે પછી બુટલેગર..? કોન્સ્ટેબલ વિષ્ણુએ કોના ઇશારે દારૂની હેરફેર કરી..? રાજસ્થાનથી લવાયેલો દારૂ કોના ઉપયોગ માટે હતો..? શું રૂપિયા રળવા માટે વિષ્ણુએ કાયદો હાથમાં લીધો..? શું કોન્સ્ટેબલ વિષ્ણુની બુટલેગરો સાથે સંડોવણી છે..? શું દારૂકાંડમાં અન્ય અધિકારીઓની સંડોવણી તો નથી ને..? કોની રહેમરાહ હેઠળ વિષ્ણુ દારૂની હેરફેરનું જોખમ ઉઠાવ્યું..? શું દારૂકાંડની પોલીસ વિભાગ કરશે તપાસ..? શું ઝડપાયેલા પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ કરશે તપાસ..?

પોલીસની સરકારી ગાડી સાથે પકડાયેલ 2 આરોપી રિમાન્ડ પર

મળતી માહિતી મુજબ, ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરીને ગઈકાલે રિમાન્ડ પર મોકલાયા હતા. આરોપીઓને કોર્ટમા રજૂ કરતા કોર્ટ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.પકડાયેલ દારૂ, ગાડી અને આરોપીઓ મામલે હાલ પોલીસની ચુપકીદી જોવા મળી રહી છે.

Published On - 11:57 am, Tue, 7 June 22

Next Article