Breaking News : કાંકરેજમાં બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ, એક બાળકનુ મોત

શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ એક બાળકનું આગને પગલે મોત થયુ છે.

Breaking News : કાંકરેજમાં બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ, એક બાળકનુ મોત
File Photo
Follow Us:
| Updated on: Mar 15, 2023 | 10:03 AM

Banaskantha : બનાસકાંઠાના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે.શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ આઈસીયુમાં એડમિટ એક બાળકનું મોત થયુ છે.જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટથી આઇસીયુમાં આગ લાગી હોવાનું અનુમાન છે.શિહોરી રેફરલ હોસ્પિટલમાં હાલ લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

તો આ તરફ રાજકોટના જામકંડોરણાના બાલાપર ગામે પણ શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. માહિતી મુજબ ખેતર વચ્ચે વીજ થાંભલામાં શોટ સર્કિટ થતા મરચા ભરેલા ટ્રકમાં પણ આગ લાગી. ટ્રકમાં અચાનક ભીષણ આગને પગલે ખેતરમાં કામ કરતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે, આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો છે.જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

g clip-path="url(#clip0_868_265)">