AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambaji માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં કરાયો આ ફેરફાર

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે.અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહેતા મેળા માટેનો થનગનાટ શરુ થઇ ગયો છે.

Ambaji માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં કરાયો આ ફેરફાર
Ambaji TempleImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 7:22 PM
Share

ગુજરાતના(Gujarat)  પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મેળા(Bhadarvi Poonam Fair)  દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભાદરવા સુદ-9(નોમ) 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો-2022 અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો-2022 અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે 5.00 થી 05.30 દર્શન સવારે 05.30 થી 11.30 , રાજભોગ 12.00 , દર્શન બપોરે 12.30 થી 17.30, આરતી સાંજે 19. 00 થી 19:30 , દર્શન સાંજે 19_30 થી 24: 00 રહેશે. તા.11/09/2022 થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી

ગુજરાતના રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહેતા મેળા માટેનો થનગનાટ શરુ થઇ ગયો છે. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધુ આવવાની શક્યતાઓ સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકો ને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા અનેક વોટરપ્રુફ સમિયાણા બાંધવામાં આવી રહ્યા છે ને સુચારુ રૂપથી દર્શનનો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા સાથે વોટરપ્રુફ લાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  અંબાજી પગપાળા આવેલા યાત્રિકો ને પરત પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે મેળા માટે 1500 એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય એસટી વિભાગે કર્યો છે એટલુ જ નહીં એસટી આપના દ્વારે યોજના અંતર્ગત યાત્રિકોનો સંઘ બસની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશે તો એસટી બસ તેમના ગામ ,શહેરને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી છે.

અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો માટે  સુવિધા

હાલનું બસ સ્ટેશન બંધ કરી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપરથી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે અંબાજીથી અમદાવાદ જવા ,અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધાને પૂરી પડાશેને જો કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કર્યા હોવાનું પણ એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું.

જેમાં યાત્રિકોનો સંઘ બસની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશે તો એસટી બસ તેમના ગામ ,શહેર ને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી અંબાજી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપર થી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે. અંબાજીથી દાંતા તરફ જવા, અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધા વધારવામાં આવી છે. તેમજ કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">