શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભક્તોની ભારે ભીડ
આઝાદી કાળથી અંબાજી મંદિર સુધી પગપાળા યાત્રા કરતા લાલડંડા સંઘના શ્રદ્ધાળુઓ પણ પદયાત્રા કરીને અંબાજી મંદિરે પહોંચ્યા અને ભક્તોને કુમકુમના થપ્પા લગાવ્યા
આ વર્ષે કોરોનાની(Corona)ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)યોજાતો ભાદરવી પૂનમનો(Bhadarvi Poonam)મેળો રદ્દ કરવામાં આવ્યો છે.જો કે માઇ ભક્તોની શ્રદ્ધામાં કોઇ જ ઓટ નથી આવી અને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.આઝાદીકાળથી અંબાજી મંદિર સુધી પગપાળા યાત્રા કરતા લાલડંડા સંઘના શ્રદ્ધાળુઓ પણ પદયાત્રા કરીને અંબાજી મંદિરે પહોંચ્યા અને ભક્તોને કુમકુમના થપ્પા લગાવ્યા.
જોકે આ વર્ષે લાલડંડા સંઘના પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. તેમ છતાં પોતાની ટેક પૂરી કરવા તેઓ અંબાજી આવી પહોંચ્યા હતા. લાલડંડા સંઘના સંચાલકે કહ્યું હતું કે 187 વર્ષ પહેલાં અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારથી સંઘે પદયાત્રા શરૂ કરી હતી અને હવે કોરોનામાંથી આપણને સૌને મુક્તિ મળે તે માટે સંઘ માતાજી પાસે પ્રાર્થના કરવા આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા આખડી માન્યતા હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.. રાજ્યમાં ભલે કોરોનાના કેસ ઘટી ગયા હોય પણ કોરોના ગયો નથી હજુ પણ કોરોનાના કેસ આવતા જ રહે છે. તેવામાં અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે
આ પણ વાંચો : Dwarka : જામખંભાળિયાના ગ્રામીણ વિસ્તારોમાં મેધમહેર શરૂ