Dwarka : જામખંભાળિયાના ગ્રામીણ વિસ્તારોમાં મેધમહેર શરૂ

જામખંભાળિયાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. તેમજ ભારે બફારા બાદ જામસલાયા પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:55 AM

ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની(Rain) શરૂઆત થઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકાના(Dwarka)જામખંભાળિયામાં ભારે વરસાદની શરૂઆત થઇ છે. જેમાં જામખંભાળિયાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. તેમજ ભારે બફારા બાદ જામસલાયા પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકાના(Dwarka)જામખંભાળીયામાં ગુરુવારે 3.5 ઇંચ થી વધુ વરસાદ થયો હતો. જેના લીધે જામખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા છે. તેમજ જામખંભાળીયા ના ધરમપુર ગામે લીરીયાવાડી વિસ્તારમાં વોકડો બેકાંઠે થયો અને કાચા માર્ગ પર નદી જેવા દ્રશ્ય સર્જાયા હતા.

જામખંભાળીયા અને આહીર સિંહણ ગામ વચ્ચે આવેલ નદી માં ભરપૂર પાણીની આવક થતા બે કાંઠે જોવા મળી હતી. તેમજ અત્યાર સુધી જામખંભાળીયા માં 108 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો 105 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વધુ એક ડેમ ઓવરફલો થયો છે. વરસાદના પગલે કોલવા ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં ઓવરફલો થયો છે. તેમજ કોલવા ડેમ ભરાય જતાં જામખંભાળિયામાં આવેલ ધી ડેમમા પાણીની આવક થશે. જ્યારે ડેમ ઓવરફલો થતા આસપાસના ગામોના ખેડૂતોને પણ ફાયદો મળશે.

દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા માં બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યી છે. જેના લીધે જામખંભાળીયાના તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે. તેમજ જામખંભાળીયાના નગર ગેટ , રેલવે સ્ટેશન , લુહાર શાળ , રામનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

આ પણ વાંચો : Ahmedabad : ગણપતિનો વિશેષ શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર, કોરોના અંગે જાગૃતિનો પ્રયાસ

આ પણ વાંચો : Surat: ફાયર ફાઈટીંગ રોબોટ માટે સુરત કોર્પોરેશન અમદાવાદ કરતા 30 લાખ રૂપિયા વધુ ચુકવશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">