Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આ બાબતે સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતુ કે ખુદ સરકારે ભરતી કેલેન્ડર નિયત કર્યુ હોવા છતા દર વર્ષે ખાલી પડેલ જગ્યાઓમાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી અને ફક્ત ચુંટણી સમયે જ ભરતી કરવામાં આવે છે
ગુજરાતમાં શિક્ષકોની(Teacher) અઢાર હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં પુરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ 10000 જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકો(Pravasi Teacher) નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા પાંચ વર્ષથી ટેટ ની પરીક્ષા પાસ કરી શિક્ષકોની ભરતીની (Recruitment) આતુરતાથી રાહ જોઈ રહેલા એક લાખ આઠ હજાર બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે.ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આ બાબતે સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતુ કે ખુદ સરકારે ભરતી કેલેન્ડર નિયત કર્યુ હોવા છતા દર વર્ષે ખાલી પડેલ જગ્યાઓમાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી અને ફક્ત ચુંટણી સમયે જ ભરતી કરવામાં આવે છે
ભરતી ન થવાના કારણે લગભગ 18000 જેટલા શિક્ષકોની ઘટ
2017 વિધાનસભાની ચુંટણી પુર્વે ધોરણ 1 થી 5 માં માત્ર 1300 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી તેમજ વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ 6 થી 8 માં 2000 વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ભરતી ન થવાના કારણે લગભગ 18000 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યારે ભરતી કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 5 માં 6500 અને ધોરણ 6 થી 8 6000 શિક્ષકોની એમ કુલ 12500 શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર માત્ર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરી રહી છે તેની સામે ખાલી જગ્યાઓ ઉપર દસ હજાર પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે નિયુક્તિ કરી બેરોજગાર ઉમેદવારો અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે.
ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ રાખી તમામ જગ્યાઓમાં લાયકાત ધરાવતા ટેટ 1 અને ટેટ 2 પાસ શિક્ષકોની નિયુક્તિ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાથે વિધાનસભાની ચુંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આપી હતી
આ પણ વાંચો : Surat: પી.પી. સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટીમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ
આ પણ વાંચો : Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ