અંબાજીથી CM ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે, આધુનિક રથ રાજ્યમાં ભ્રમણ કરશે

|

Nov 11, 2023 | 10:20 AM

પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીથી આગામી 15 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થનારો છે. જેને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવનાર છે. આગામી 15 નવેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન અંબાજી પહોંચશે અને જ્યાં સભાને સંબોધશે. દિવાળીના તહેવારો દરમિયાન પણ હાલમાં ચિખલા ગામ નજીક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહીં મોટીં સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

અંબાજીથી CM ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે, આધુનિક રથ રાજ્યમાં ભ્રમણ કરશે
આધુનિક રથ રાજ્યમાં ભ્રમણ કરશે

Follow us on

આગામી 15 નવેમ્બરે અંબાજી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. જેઓ વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ અંબાજીથી કરાવશે. આ માટે તડામાર તૈયારીઓ દિવાળીના સમયે જ ચાલી રહી છે. અંબાજીમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈને ડોમ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે ચૂંટણીની ગતિવિધીઓ પણ શરુ થઈ જશે. કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવતી સંકલ્પ યાત્રા અનેક શહેરોમાં ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડથી યાત્રાનો પ્રારંભ કરાવનાર છે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ગુજરાતમાં યાત્રાનુ પ્રસ્થાન કરાવશે.

કેન્દ્ર સરકારની સિદ્ધીઓને ઘરે ઘરે પહોંચાડાશે

સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જન જાતિય ગૌરવ દિવસ થી આ યાત્રાનુ પ્રસ્થાન કરાનાર છે. એટલે કે આગામી 15 નવેમ્બરથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડથી યાત્રાનો પ્રારંભ કરાવનાર છે. ગુજરાતમાં યાત્રાના આધુનિક રથને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવનાર છે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

ભારત વિકસિત સંકલ્પ યાત્રા ઘરે ઘરે કેન્દ્ર સરકારની સિદ્ધીઓને પહોંચાડવામાં આવશે. સરકારની વિવિધ યોજના અને તેના લાભ સહિતની વિગતો પણ દરેક ઘરે પહોંચે એ પ્રમાણેનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજી સાથેનો રથ નિયત કરેલા રુટ પર ફરીને કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતો લોકો સુધી પહોંડશે. જેમાં મોદી સરકાર દ્વારા 10 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યો અને સરકારની સિદ્ધીઓને પણ વર્ણવવામાં આવશે.

શરુઆત જનજાતિ જિલ્લાઓથી કરાશે

આ યાત્રા શરુઆતમાં જનજાતિ જિલ્લાઓને આવરી લેશે. ત્યાર બાદ વર્તમાન માસના ત્રીજા સપ્તાહે અન્ય જિલ્લાઓમાં રથ ભ્રમણ કરશે. આ રથનુ અનેક સ્થળો પર સ્વાગત કરવામાં આવશે. રથ દ્વારા લોકોને વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ પણ બતાવવામાં આવશે. એટલુ જ નહીં રથ જ્યાં પહોંચશે ત્યાં લોતોને વિકસિત ભારત અંગે સંકલ્પ લેવડાવવામાં આવશે.

મોટે ભાગે 10 હજાર કરતા વધારે વસ્તી ધરાવતા નગર અને શહેરને રથના રુટ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. જે દરમિયાન 17 જેટલી યોજનાઓને લઈ વિગતો આપવામાં આવશે અને સાથે જ યોજનાનો લક્ષ્યાંક 100 ટકાને આંબે એવો પ્રયાસ કરવામાં આવશે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:19 am, Sat, 11 November 23

Next Article