Banaskantha : અંગદાન મહાદાન, પાલનપુરના આખા પરિવારે દેહદાનનો સંકલ્પ લીધો
પાલનપુરમાં ગુરુપૂર્ણિમાના દિવસે પરિવારના મોહનભાઇ ચાવડા ,તેમના પત્ની જશોદાબેન ચાવડા,પુત્ર મનીષ ચાવડા અને પુત્ર વધુ રીંકુબેન ચાવડાએ દેહદાન(Organ Donation) અને નેત્રદાનનો સંકલ્પ જનસેવા ગ્રુપના માધ્યમથી લઇ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠા(Banaskantha)જિલ્લાના પાલનપુરમાં(Palanpur)રહેતા પરિવારના વડીલ મહિલા ને 20 વર્ષ અગાઉ કાનમાં ઓછું સંભળાવવાના લીધે ઓપરેશન કરાવ્યું હતું જેમાં તેમની આંખોની રોશની જતી રહી હતી અને ચહેરાના ભાગે લકવો લાગી ગયો હતો જોકે અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી જેમાં બે વર્ષ બાદ તેમણે એક એક કરી બંને આંખોનું દાન મળતા રોશની પરત આવી હતી જેથી પરિવારના ચાર સભ્યએ મૃત્યુ બાદ અંગદાન(Organ Donation) અને દેહદાનનો સંકલ્પ લીધો હતો.જેથી અન્ય કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકાય.
અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી
જેમાં પાલનપુરમાં રહેતા 60 વર્ષીય મોહનભાઇ ચાવડાના 58 વર્ષીય પત્ની જશોદાબેનને 20 વર્ષ પહેલાં કાનથી ઓછું સંભળાતું હતું જેથી તેમણે ડોક્ટરની સલાહથી કાનના પડદાનું ઓપરેશન કરાવ્યુ હતું જેમાં એમની આંખોની રોશની જતી રહી હતી અને ચહેરાના ભાગ લકવો લાગી ગયો હતો. જે બાદ જુદા જુદા તબીબોને બતાવ્યું પરંતુ આંખોની રોશની પાછી મળવાની કોઈજ આશા દેખાઈ ન હતી મળી ત્યારે એક તબીબે આંખોની ટીબી હોવાનું જણાવ્યું હતું જોકે પરિવાર દ્વારા આંખો મેળવવાના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી.
જેમાં તેમને સિવિલ માંથી બે વર્ષમાં બે આંખો દાનમાં મળી હતી જેથી તેઓ બન્ને આંખે પાછા જોઈ શકતા થયા હતા જેથી આ પરિવારે એક સંકલ્પ લેવાનો નિર્ણય કર્યો કે જેમ કોઈની આંખોના દાનથી આપણા પરિવારના સભ્યને આંખોની રોશની પરત મળી છે તેમ આપણે પણ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરવું જોઈએ જેથી બીજા કોઈને જીવનમાં પ્રકાશ પાથરી શકાય અને જિંદગી બચાવી શકાય જેથી ગુરુપૂર્ણિમા ના દિવસે પરિવારના મોહનભાઇ ચાવડા ,તેમના પત્ની જશોદાબેન ચાવડા,પુત્ર મનીષ ચાવડા અને પુત્ર વધુ રીંકુબેન ચાવડાએ દેહદાન અને નેત્રદાન નો સઁકલ્પ જનસેવા ગ્રુપના માધ્યમથી લઇ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જયેશ સોનીએ 100 લોકોને દેહદાનનો સંકલ્પ લેવડાવ્યો
પાલનપુરમાં જનસેવા એજ પ્રભુસેવા ટ્રસ્ટ ચલાવતા જયેશ સોની દ્વારા 10 વર્ષમાં 100 જેટલા લોકોને દેહદાન ના સઁકલ્પ લેવરાવ્યાં છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ બાદ દેહદાન અને પાંચ લોકોનું ઘરે જઈ નેત્રદાન કરાવ્યું છે જોકે આ સંસ્થા દ્વારા આત્મહત્યા નિવારણ નું કાર્ય કરવામાં આવે છે જેના થકી કાઉન્સિલિંગ દ્વ્રારા 20 થી વધુ લોકોની જિંદગીમાં પ્રકાશ પાથર્યો છે