BANASKANTHA : જિલ્લાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાશે
આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજનો દિવસ સૌભાગ્યનો છે.
બનાસકાંઠા જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ હવે સ્વીટક્રાંતિ થવાના એંધાણ છે. જિલ્લામાં લોકો ખેતી અને પશુપાલન સાથે મધમાખીનું પણ ઉછેર કરતા થયા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મધનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે દિલ્લીમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે આજે અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જે મધ હવે વિશ્વના બજારમાં વેચાણ માટે જશે. એટલે કે બનાસકાંઠાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વ બજારમાં વેચવામાં આવશે.
અગાઉ બનાસ ડેરી બનાસ પ્રોડક્ટ હેઠળ મધનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હવે બનાસનું મધ અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાણ અર્થે જનાર છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે પાંચ હજાર મધ પેટી દ્વારા મધ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરી દ્વારા પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે.
આજે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમૂલ બ્રાન્ડના મધનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ સહિત સમગ્ર બોર્ડ ડિરેક્ટર પણ લોન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતા. અમૂલ મધનું જે લોંચિંગ થયું તે બનાસ ડેરી અને બનાસકાંઠા માટે ગૌરવની વાત માનવામાં આવી રહી છે. આના થકી બનાસકાંઠાના ખેડૂતોની મહેનતથી શ્વેત ક્રાંતિ બાદ હવે સ્વીટ ક્રાંતિ આવી રહી છે.
આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજનો દિવસ સૌભાગ્યનો છે. દેશની અંદર આજે મંત્રી તોમર સાહેબ અને ખાસ કરીને રૂપાલા સાહેબ બંને રાજ્યકક્ષાના મંત્રીઓ અને મિલ્ક માર્કેટીંગના ચેરમેન એમ.ડી પૂરી ટીમ આજે હાજર છે. અને તેમની હાજરીમાં બનાસકાંઠામાંથી ખેડૂતોએ તૈયાર થયેલું મધુમાખી પાલન દ્વારા શુદ્ધ ગુણવત્તા મધ એને અમુલ હનીના નામથી આજે માર્કેટની અંદર મૂકવામાં આવ્યું છે.
એને લોન્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસે જે પ્રમાણે દૂધની અંદર ક્રાંતિ ઊભી કરી છે. આજે દર મહિને 800 કરોડ રૂપિયા કમાણી એક જિલ્લો કરતો હોય દૂધમાંથી જિલ્લાનું નામ બનાસકાંઠા જિલ્લો છે. દૂધની સાથે સાથે હવે મધ નવી ક્રાંતિ નવી કમાણીનું વ્યવસ્થા અભી કરવા જઈ રહ્યા છીએ.