Banaskantha : દાણ અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલી વધી
દાણના ભાવમાં થયેલો વધારો ન માત્ર પશુપાલકો માટે મુશ્કેલી બની છે. પરંતુ દાણ અને ઘાસચારાની સાથે જોડાયેલા વેપારીઓ પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છેમ પશુપાલક જ્યારે દાણ અને ઘાસની ખરીદી કરવા આવે છે ત્યારે જૂના ભાવમાં જ દાણ અને ઘાસની માંગણી કરે છે. પરંતુ રો મટીરિયલમાં વધેલા ભાવના કારણે દાણના ભાવ આસમાને પહોંચ્યા છે
ગુજરાતમાં(Gujarat) સૌથી વધુ પશુપાલન બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં થાય છે. પરંતુ આ વર્ષે દાણ અને ઘાસચારાના(Fodder) ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલી વધી છે. દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે પરંતુ તેની સામે દાણ અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે.ઉનાળાની શરૂઆતમાં જ પશુપાલકોને ઓછા મળતા ઘાસચારાના કારણે ઘાસચારાના ભાવ આસમાને છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારામાં 30 ટકાનો વધારો થઈ જતા પશુપાલકોની મુશ્કેલી વધી છે. ઘાસચારો તો મોંઘો બન્યો છે પરંતુ તેની સાથે પશુ જેમાંથી પોષકતત્ત્વો મેળવી વધુ દૂધ આપે છે તેવા દાણના ભાવ પણ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલી વધી છે. જે દાણના ભાવ અગાઉ 800થી 1000 રૂપિયા પ્રતિમણ રહેતા હતા. તે દાણ અત્યારે તો 1400 રૂપિયાથી વધુમાં વેચાઈ રહ્યું છે. જેના કારણે પશુપાલકોનો નફો વધતો નથી. તમામ આવક પશુઓના નિભાવ પાછળ જ ખર્ચ કરવી પડે છે. જેથી પશુપાલન કરતાં મજૂરીના નાણાં પણ નીકળતા નથી.
દાણના ભાવમાં થયેલો વધારો ન માત્ર પશુપાલકો માટે મુશ્કેલી બની છે. પરંતુ દાણ અને ઘાસચારાની સાથે જોડાયેલા વેપારીઓ પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છેમ પશુપાલક જ્યારે દાણ અને ઘાસની ખરીદી કરવા આવે છે ત્યારે જૂના ભાવમાં જ દાણ અને ઘાસની માંગણી કરે છે. પરંતુ રો મટીરિયલમાં વધેલા ભાવના કારણે દાણના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી જૂના ભાવમાં પશુપાલકોને દાણ ન મળતાં પશુપાલક વેપારીઓ સાથે ઘર્ષણ કરે છે.
આ પણ વાંચો : કેરી શોખીનો માટે માઠા સમાચાર, કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટવાનો ખેડૂતોનો મત