AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : ધાનેરામાં પોલીસની ટીમ પર થયો હુમલો, 4 લોકો સામે નોંધી ફરિયાદ, 2ની અટકાયત

થાવર ગામે પોલીસની ટીમ અરજી સંબંધિત તપાસ માટે ગઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા કારણોસર અપશબ્દ બોલી, સગળતું લાકડું મારી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

Banaskantha : ધાનેરામાં પોલીસની ટીમ પર થયો હુમલો, 4 લોકો સામે નોંધી ફરિયાદ, 2ની અટકાયત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 11:03 AM
Share

બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ જ અસુરક્ષિત છે. ધાનેરામાં તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો થાવર ગામે પોલીસની ટીમ અરજી સંબંધિત તપાસ માટે ગઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા કારણોસર અપશબ્દ બોલી, સગળતું લાકડું મારી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

હુમલા દરમિયાન અન્ય પોલીસકર્મી છોડાવવા જતા ઉશ્કેરાયેલા લોકોએ બચકુ ભર્યું હોવાના પણ સમાચાર છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી 2 લોકોની અટકાયત કરી લીધી છે. અને ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Banaskantha : અંબાજીમાં પ્રસાદ પર આરપાર ! વેપારીઓ આજે બંધ પાળશે તો વિશ્વ હિંદુ પરિષદ વિરોધ પ્રદર્શન સાથે કરશે ધરણા

પોશીનામાં પોલીસ પર થયો હુમલો

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકાના ગૌરી ફળો ગામે હથિયાર હોવાની બાતમીનો દરોડો પાડવા ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. 1 જૂને આ ઘટના ઘટી હતી. જે દરમિયાન એક પોલીસ કર્મચારીને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. સાત જેટલા કર્મચારીઓેને ઈજા પહોંચતા સ્થાનિક અને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે બે પોલીસ કર્મીને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોશીના પોલીસે (Poshina Police) 100 લોકોના ટોળા સામે હત્યા કરવાને ઈરાદે જીવલેણે હુમલો કરવાને લઈ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આરોપીઓ સામે આર્મ્સ એક્ટ સહિત ગંભીર કલમો લગાવાઈ

અન્ય ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને અન્ય લાકડી અને ધોકા સહિતના બોથડ પદાર્થ જેવા હથીયારો વડે પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ પણ આવતા તેમની પર પણ હુમલો કરતા કુલ 7 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેને લઈ પોશીના પોલીસે 7 જેટલા આરોપીઓની નામજોગ અને અને તેમની સાથે 100 લોકોના ટોળા સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આર્મ્સ એક્ટ સહિત હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો લગાવીને તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને એસપી વિશાલકુમાર વાઘેલા અને ડીવાયએસપી કેએચ સૂર્યવંશીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">