Gujarati Video: Ambaji શક્તિપીઠના પરિસરમાં કાચના બ્રિજનું નજરાણું બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video
બ્રિજ પર યાત્રિકો ચાલી પણ શકે છે અને બ્રિજની આજુબાજુમાં ઉભી કરાયેલા 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકે છે. આ બ્રિજ પર એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી તેની ક્ષમતા છે.
અંબાજી શક્તિપીઠ ખાતે પ્રવાસીઓ માટેની સુવિધા તેમજ વિવિધ આકર્ષણમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે દર્શનાર્થીઓ માટે વધુ એક નજરાણું વિકસાવવામાં આવ્યું છે.
75 ફૂટ લાંબા અને 8 ફૂટ પહોળો કાચનો બ્રિજ
વિશ્વપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે મા અંબાના દર્શને આવતા માઇભક્તો માટે નવા નજરાણા તરીકે કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં દેવેશ ગ્રુપ તરફથી 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રતિ વ્યક્તિ 10 રૂપિયા ટિકિટ
આ બ્રિજ પર યાત્રિકો ચાલી પણ શકે છે અને બ્રિજની આજુબાજુમાં ઉભી કરાયેલા 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકે છે. આ બ્રિજ પર એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી તેની ક્ષમતા છે તો પ્રતિવ્યક્તિ 10 રૂપિયાની ટિકિટ પણ રાખવામાં આવી છે.. અહીં આવતા પ્રવાસીઓ કાચ પર ચાલવાનો અદ્દભૂત અનુભવ કરી રહ્યા છે.
ગેલેરીમાં મહિષાસુર મર્દિનીની વિશાળ મૂર્તિના દર્શન
કાચની પરિક્રમાં ઉપર ચાલીને જતા માતાજીના વિવિધ રૂપ અને પ્રસંગોને પથ્થરમાં કંડારવામાં આવ્યા છે તેના દર્શન થાય છે. આ વિવિધ દર્શન હાલમાં ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…