BANASKANTHA: મ્યુકોર માઈકોસીસને નાથવા આરોગ્ય વિભાગનું મેગા સર્વે, કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ

|

May 31, 2021 | 10:40 PM

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મ્યુકોર માઈકોસીસના કેસને નાથવા આરોગ્યની કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ કરી રહી છે.

BANASKANTHA: મ્યુકોર માઈકોસીસને નાથવા આરોગ્ય વિભાગનું મેગા સર્વે, કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ
સાંકેતિક તસ્વીર

Follow us on

BANASKANTHA: બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મ્યુકોર માઈકોસીસના કેસને નાથવા આરોગ્યની કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ કરી રહી છે. જેમાં 10 જેટલા શંકાસ્પદ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવ્યા છે.

 

કોરોના મહામારી બાદ મ્યુકોર માઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઈને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો જે દર્દીઓ કોરોના પોઝિટિવ બાદ રિકવર થયા છે, તેમને કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથધરી છે. આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે જઈ સર્વે કરી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

જેના કારણે પ્રથમ સ્ટેજમાં જ મ્યુકોર માઈકોસીસના કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં 9,000 જેટલા કોરોના પોઝિટીવ દર્દીઓ સરકારી આંકડા મુજબ નોંધાયા હતા. જે પૈકી અત્યાર સુધી 30થી વધુ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવી ચુક્યા છે. જેથી કોરોના પોઝિટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકોર માઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે.

 

જેની મોટી સફળતાએ છે કે આજે તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા, જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકોર માઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને ખબર ન હતી.

 

આ પણ વાંચો : BANASKATHA : કાતિલ પ્રેમી કોણ ? અમીરગઢમાં ત્યક્તા મહિલાની થઇ ક્રુર હત્યા

 

Next Article