Banaskantha : પ્રેમમાં અવરોધ બનનારા પતિને સગીર વયની પત્ની અને પ્રેમીએ હત્યા કરી, શંકાના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ભાગળ ગામે ચકચારી ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અવરોધ બનનાર પતિને સગીર પત્ની તેમજ સગીર પ્રેમીએ બંને જણાએ કાવતરું રચી પતિ રમેશભાઈ ગમારની હત્યા (Murder)કરી હતી.

Banaskantha : પ્રેમમાં અવરોધ બનનારા પતિને સગીર વયની પત્ની અને પ્રેમીએ હત્યા કરી, શંકાના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
Palanpur Police Station Investigation
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jun 26, 2022 | 4:54 PM

ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ભાગળ ગામે ચકચારી ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અવરોધ બનનાર પતિને (Husband)સગીર પત્ની તેમજ સગીર પ્રેમીએ બંને જણાએ કાવતરું રચી પતિ રમેશભાઈ ગમારની હત્યા (Murder)કરી હતી. જેમાં આશરે દોઢેક માસ અગાઉ રાત્રીના સુમારે પાલનપુરના પીપળી ભાગળ ગામે ખેતરના સેઢે આવેલ લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધી દાતરડાથી રહેસી નાખ્યો હતો. પ્રેમી એવા રાહુલે  માથા તેમજ બંને હાથોના ભાગે ઘા મારી રમેશભાઈ ગમારની હત્યા કરી તેનું મોત નીપજાવી ગુનો છુપાવવા તેની લાશને મિણીયાના કટ્ટામા અન્ય ખેતરના શેઢા નજીક જમીનમાં દાટી દીધી હતી

હત્યાના ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ભાગળ ગામે અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરી ની લણણી સમયે  એક માનવ કંકાલ  મળ્યું હતું  તારીખ 20 જૂન પાલનપુરના પીપલી ભાગળ ગામે અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરીની કાપણી સમયે એક માનવ કંકાલ મળી આવ્યું હતું જેમાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી માનવ કંકાલ અને કબજે લઇ પાલનપુર સિવિલમાં ખસેડ્યો હતું,

જોકે માનવ કંકાલ કોનું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા જોકે માનવ કંકાલ ઉપરથી મળી આવેલા કપડા તેમજ હાથે પહેરવાનો પ્લાસ્ટિકનો પટ્ટો પરથી 17 મે 2022ના ગુમ થયેલ રમેશભાઈ ગમાર નામના વ્યક્તિના કાકા તેમજ તેમના પરિવારોજનો બોલાવી ઓળખ કરાવી હતી એ કપડા તેમજ પટ્ટો પરથી પરિવારજનોએ માનવ કંકાલ રમેશભાઈ ગમાર હોવાની ઓળખ બનાવી હતી જોકે આ માનવ કંકાલને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તપાસ અર્થ મોકલી અપાયું હતું જ્યાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું

પરિવાર જનોને પત્ની લીંબુ બેન ઉપર શંકા જતા પૂછપરછ કરી સમગ્ર ઘટના બહાર આવી

મૃતક રમેશભાઈ ગમા રના મોત બાબતે પરિવારજનો તપાસ કરતા હતા તે દરમિયાન પરિવારજનોને રમેશભાઈ ગમાર પત્ની લીંબુ બેન ઉપર શંકા જતા ફરિયાદી નારણભાઈ ગમાર તેમના પરિવારજનો તેમજ મિત્ર સાથે રમેશભાઈ ગમાર ની પત્ની લીંબુ પાસે આવીને તેને વિશ્વાસમાં લઇ રમેશભાઈ ગમાર ના મોત બાબતે પૂછપરછ કરતા પ્રથમ ગલ્લાતલ્લા કરવા લાગી હતી જેથી પરિવારજનોએ કડકાઈથી પૂછતાં તેણે પરિવારજનોને જણાવેલું કે, મારે પીપળી ભાગળ ગામના રાહુલ પટણી સાથે આશરે એકાદ વર્ષ ઉપર પ્રેમ સંબંધ થતા અમો બંને જણા મારા પતિની ગેરહાજરીમાં છાના છપના ઘરે તેમજ ખેતરમાં મળતા હતા રાહુલ મારાં ઘરે પણ આવતો જતો હતો. રમેશ ગમાર પુષ્કળ દારૂ પીને રાત્રે ઘરે આવ્યો હતો

જે મારા પતિ રમેશભાઈ ગમારને ગમતું ન હોઈ અને મારા રાહુલ સાથેના પ્રેમ સબંધની તેઓને જાણ તેઓ મને અવારનવાર મારઝુડ કરતા હતા જે બાબતે મેં રાહુલને વાત કરી જેથી મારાં પતિ રમેશભાઈ ની હત્યા નો પ્લાન બનાવ્યો હતો બાદ માં બે દિવસ અગાઉ પ્રેમી રાહુલ મારા ઘરે આવેલ અને મને વાત કરેલ કે તારો પતિ રમેશ ગમાર પુષ્કળ દારૂ પીને રાત્રે ઘરે આવે ત્યારે આપણે બંને જણ તેને પતાવી નાખીશું તેવી વાત કરેલ હતી ત્યારે બાદ આ બનાવ ના રાત્રે મારા પતિ પુષ્કળ દારૂ પીને ઘરે આવેલ અને ખાટલા પર આવીને બેઠા બાદ ત્યાં હાજર પ્રેમી રાહુલ પણ મારા ઘરે આવેલ હતો.

રાહુલ લીમડો કાપવાનું લોખંડનું  દાતરડું લાવ્યો હતો

રાહુલે લીમડો કાપવાનું લોખંડનું  દાતરડું લઈ ત્યારે બાદ અમે બન્ને જણા એ મારા પતિ રમેશને બાવડે થી પકડી રાત્રી દસેક વાગ્યાં ની આસપાસ ખેતરના શેઢા ઉપર લઈ જઈને શેઢા ઉપર લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધી ને રાહુલ પાસેથી દાતરડું મારાં પતિના માથાના ભાગે બે તથા બન્ને પગના ભાગે ઘા મારેલ ત્યારબાદ રાહુલ પાસેથી દાતરડું મેં લીધેલ અને મેં પણ મારાં પતિના ગળા ભાગે તેમજ હાથોના ભાગે દાતરડા ઘા મારેલ હતા મારાં પતિ મરણ જતા અમોએ તેમની લાશ ખેતરમા પડેલ મેણીયાના કટ્ટામા નાખી મારાં પતિ ના મોત ની કોઈને ખબર ન પડે તે આશયથી લાશ અમો બંને જણાએ અન્ય ખેતરના શેઢા નજીક જમીનમા ખાડો કરી દાટી ધીધેલ હતી.

ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી કાપવાની હોઈ તે વખતે લાશ બાબતની ખબર પડી જશે તે ડર થી મે તથા રાહુલે મારા પતિની લાશ ફરીથી રાત્રીના સમયે બહાર કાઢી અન્ય ખેતરમા બાજરી વાવેતર કરેલ પાકમાં નાખી દીધેલ હતી તેવી વાત કરતા અમોએ આ બનાવ વિશે રમેશના પત્ની લીંબુ બેને પરિવારજનોને જણાવ્યું હતું. રમેશ ગમારની હત્યા તેની જ પત્ની લીંબુબેન તથા તેના પ્રેમી રાહુલ પટણીએ કરેલ છે જેથી રમેશભાઈ ગમાર ના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી

બંને આરોપી સગીર વયના હોવાથી નાદાન પ્રેમ હત્યામા પરિણમ્યો

પાલનપુર તાલુકાના ભાગળ પીપળી ગામે બનેલી હત્યાની ઘટનામાં બંને આરોપી સગીર વયના છે મૃતક આદિવાસી સમાજના વ્યક્તિ છે અને આદિવાસી રિવાજ મુજબ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હોય છે ત્યારે નાની ઉંમરમાં થઈ ગયેલા લગ્ન અને નાદાન પ્રેમનો  કરૂણ અંજામ આવ્યો છે હત્યા સ્વરૂપે કરૂણ અંજામ આવ્યો છે અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસે બે સગીર વયના આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે

(With Input Atul Trivedi, Banaskantha) 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati