AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: 11 તાલુકા ચાતક નજરે જોઈ રહ્યા છે વરસાદની વાટ, જોકે સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન મેઘરાજા

રાજ્યમાં સારા ચોમાસાના (Monsoon)એંધાણ વચ્ચે વરસાદનું પ્રમાણ ઓછું નોંધાયું છે ગત વર્ષની તુલનાએ અત્યાર સુધીમાં માત્ર 5.50 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષે જૂન મહિનામાં 12 ટકા હતો. જ્યારે હાલમાં 11 તાલુકા વરસાદ વિહોણાં છે

Gujarat Monsoon 2022: 11 તાલુકા ચાતક નજરે જોઈ રહ્યા છે વરસાદની વાટ, જોકે સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન મેઘરાજા
24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 9:25 AM
Share

Gujarat Monsoon 2022: રાજ્યમાં ચોમાસું (Monsoon)આગળ વધતું અટકી ગયું છે હવામાન વિભાગે (Weather Department)જણાવ્યું હતું કે ભેજવાળા પવનો વરસાદ લાયક વાદળો ખેંચી લાવતા નથી તેને પરિણામે ચોમાસું આગળ વધતું ગયું છે. અને ચોમાસું લંબાતા મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી થયો. તેમજ ગત વર્ષે જૂન મહિનામાં 12 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં માત્ર 5.50 ટકા જ વરસાદ નોંધાયો છે. જે સરેરાશ 34 ટકા વરસાદ થવો જોઈએ તેની સામે માત્ર 2 ઇંચ જ થયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ 2018માં અત્યાર સુધીના સમયમાં માત્ર 2 ટકા જ વરસાદ થયો હતો. જે બાદ આ વર્ષે વરસાદની શરૂઆત ઘણી નબળી રહી છે. જોકે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિત જિલ્લાઓમાં ઝાપટાં પડી શકે છે.

રાજ્યના 11 તાલુકા કોરાંધાકોર

રાજ્યના 251 તાલુકાઓમાંથી 11 તાલુકાઓ તો હજુ પણ સાવ કોરાધાકોર છે. જ્યારે 145 તાલુકાઓમાં બે ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર બે જ તાલુકાઓમાં સરેરાશ 10 ઈંચથી વધારે વરસાદ થયો છે. જેમાં સુરતના કામરેજ અને વલસાડ જિલ્લાના ઉમરગામનો સમાવેશ થાય છે. રાજ્યના જળાશયોમાં પાણીની વાત કરીએ તો રાજ્યનાં જળાશયોમાં હવે 37.67 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. તે પૈકી સરદાર સરોવરમાં 44.62 ટકા પાણી છે. રાજ્યનાં 100 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યાં વરસાદ થયો છે ત્યાં  ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે પરંતુ જયાં સદંતર વરસાદનો અભાવ છે અથવા થયો જ નથી ત્યાં  ખેડૂતો  વાવણી માટે ચિંતામાં મૂકાયા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

રાજ્યમાં ધીમા ચોમાસા વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ યથાવત છે 8 જૂન પ્રિ મોન્સૂન એક્ટિવિટીના સમયથી અમરેલી , ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગરમાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ ચાલુ જ રહ્યો છે. ગત રોજ પણ અમરેલીના બગસરા પંથકમાં બપોર બાદ માત્ર 45 મિનિટમાં 15થી 20 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. તે ઉપરાતં લાઠી અને બાબરામાં પણ વરસાદ થયો હતો. તો દક્ષિણ  ગુજરાતમાં ડાંગ , સાપુતારા, વલસાડમાં  વરસાદ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">